Site icon

અનુપમાના ચાહકો માટે ખરાબ સમાચાર, સિરિયલમાં આ ભૂમિકા ભજવનાર અભિનેત્રીનું થયું નિધન ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

પ્રખ્યાત ટીવી અભિનેત્રી માધવી ગોગટેનું રવિવારે અવસાન થયું છે. તેમની આકસ્મિક વિદાય ટીવી જગતના લોકો માટે ઘેરા આઘાત સમાન છે. માધવી ને ટીવી સિરિયલ 'અનુપમા'થી ખાસ ઓળખ મળી, આ ટીવી સિરિયલમાં તેણે રૂપા ગાંગુલીની માતાની ભૂમિકા ભજવી હતી. તેમની વિદાયને કારણે તેમના નજીકના મિત્રો તેમજ તેમના ચાહકોને ઘણું દુઃખ થયું છે. માધવી ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો હતો.

અહેવાલો અનુસાર, અભિનેત્રી માધવી ગોગટે કોરોનાથી પીડિત હતી. થોડા દિવસો પહેલા તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એવા અહેવાલો પણ આવ્યા હતા કે માધવીને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો પરંતુ અચાનક તેની તબિયત બગડવા લાગી અને રવિવારે બપોરે તેનું મોત થઈ ગયું. માધવીના નિધનથી સમગ્ર ટીવી જગત શોકમાં છે.

ટીવી સિરિયલ 'અનુપમા'માં તેની કો-સ્ટાર રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ શેર કરી હતી. એક પોસ્ટ શેર કરતા તેણે લખ્યું કે ઘણું બધું અકથિત રહી ગયું, સદગતિ માધવી જી. આ સાથે માધવીની ખાસ મિત્ર નીલુ કોહલીએ તેની તસવીર શેર કરી અને લખ્યું કે માધવી ગોગટે મારી પ્રિય મિત્ર, ના, હું વિશ્વાસ  નથી કરી શકતી કે તું અમને છોડી ને જતી રહી છે. હૃદયભંગ, આ તારી જવા ની ઉમર ન હતી. યે કોવિડ, હું ઈચ્છું છું કે જ્યારે તમે મારા મેસેજનો જવાબ ન આપ્યો ત્યારે મેં ફોન ઉપાડ્યો હોત અને તમારી સાથે વાત કરી હોત. હવે હું માત્ર અફસોસ કરી શકું છું.

સીરિયલ ‘અનુપમા’ ના આ એક્ટરને ડેટ કરી ચુકી છે ઉર્ફી જાવેદ, બ્રેકઅપનું કારણ આવ્યું સામે ; જાણો વિગત

માધવી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ હતી. તેણે ટીવીની સાથે સાથે ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. તે મરાઠી ફિલ્મોમાં વધુ સક્રિય હતી. તેણે અશોક સરાફ સાથે મરાઠી ફિલ્મ 'ઘનચક્કર'માં કામ કર્યું હતું. જે બાદ તેના કામને નવી ઓળખ મળી. તેમણે નાટકો પણ ભજવ્યા જેમાં 'ગેલા માધવ કુનિકડે' અને 'ભ્રમચા ભોપાલા' મુખ્ય હતા. માધવીએ ટીવી સિરિયલો 'કોઈ અપના સા', 'ઐસા કભી સોચા ના થા', 'કહીં તો હોગા'માં કામ કરીને પોતાની અભિનય યાત્રા આગળ વધારી.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version