News Continuous Bureau | Mumbai
Anupama new promo: અનુપમા ત્રણ વર્ષ થી ટીઆરપી ચાર્ટ માં નંબર 1 પર રહી છે. સમર ના મૃત્યુ પછી આ સિરિયલ ની ટીઆરપી ઘટી ગઈ હતી. આ સિરિયલ ની ટીઆરપી પાછી લાવવા મેકર્સ એ નવો દાવ રમ્યો છે. મેકર્સ આ સિરિયલ માં મોટો ટ્વીસ્ટ લાવવાના છે. મેકર્સે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમો માં અનુપમા અમેરિકા માં જોવા મળી રહી છે. આ પ્રોમો ને જોતા એવું લાગે છે કે અનુપમા અનુજ ને છોડી ને અમેરિકા જતી રહે છે.
અનુપમા નો નવો પ્રોમો
ટીવી સીરિયલ અનુપમા ના મેકર્સે શોનો નવો પ્રોમો શેર કર્યો છે, અનુપમા ના કરંટ ટ્રેક મુજબ અનુપમા અને માલતીદેવી માં ટક્કર જોવા મળી રહી છે. માલતીદેવી જ અનુપમા ને અમેરિકા લઇ જવાની હતી પરંતુ અનુપમા તેની દીકરી માટે અમેરિકા નહોતી ગઈ હવે સિરિયલ ના લેટેસ્ટ પ્રોમો મુજબ અનુપમા એ તેના વર્ષો જૂનું સપનું પૂરું કર્યું છે. તે કડકડતી ઠંડીમાં ઓવરકોટ પહેરેલી અમેરિકા ની ગલીઓ માં જોવા મળી રહી છે. તેના ચહેરા પર ઉદાસી છે. પછી તેણીને પાછળથી ‘મમ્મા’ નો અવાજ સંભળાય છે, જે તેને લાગે છે કે તે તેની પુત્રી અનુનો છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં એક અવાજ સંભળાય છે, ‘આખરે અનુપમાનું વર્ષો જૂનું સપનું પૂરું થયું… પણ જીવનની દરેક ક્ષણ અધૂરી છે. નવું જીવન, નવી યાત્રા. આ પ્રોમોના અંતમાં અનુપમા અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં કામ કરતી જોવા મળે છે.
અનુપમા સિરિયલનો આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોને પ્રોમો ગમ્યો તો કેટલાકે તેને ફ્લોપ ગણાવ્યો.
આ સમાચાર પણ વાંચો : Orry manish malhotra party: પાપારાઝી સામે અજીબોગરીબ હરકત કરતો જોવા મળ્યો ઓરી,મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માંથી ઓરહાન અવતારમણિ નો અનસીન વિડીયો થયો વાયરલ
