Site icon

Anupama: દુઃખી બા બાપજી એ છોડ્યું શાહ હાઉસ, શું અનુપમા બતાવી શકશે તેમને નવું સુખી જીવન જીવવાનો માર્ગ? જુઓ શો નો નવો પ્રોમો

Anupama: સ્ટારપ્લસ ની સિરિયલ અનુપમામાં સમર નો હત્યારો પકડાઈ ગયો છે. બન્ને પરિવાર હવે ખુશ છે. પરંતુ હવે અનુપમા માં નવો ટ્વિસ્ટ આવવાનો છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે.જેમાં બા અને બાપુજી પોતાનું ઘર છોડીને ગામ જવાની તૈયારી કરે છે.અને અનુપમા તેમને તેના ઘરે લાવે છે.

anupama new promo ba bapuji leaves shah house

anupama new promo ba bapuji leaves shah house

News Continuous Bureau | Mumbai

Anupama:હમેશા ટીઆરપી લિસ્ટ માં ટોચ નું સ્થાન જાળવી રાખનાર ટીવીનો સૌથી લોકપ્રિય શો અનુપમા તેની સ્ટોરીલાઈનને કારણે ચર્ચામાં રહે છે. હાલ શો માં સમર ના હત્યારા ને સજા આપવાનો ટ્રેક ચાલી રહ્યો છે. જે હવે પૂરો થઇ ગયો છે. સમર નો હત્યારો પકડાઈ ગયો છે. પણ શાહ હાઉસ માં ઉદાસી છવાયેલી છે. સમર ના ગયા બાદ વનરાજ ડિપ્રેશનનો શિકાર બન્યો તો બીજી તરફ કિંજલ અને તોશુ વિદેશ જઈ રહ્યા છે. તેમજ ડિમ્પી પણ હવે અનુપમા ના ઘરમાં રહે છે. હવે આ શો માં જબરજસ્ત ટ્વીસ્ટ આવવાનો છે. 

Join Our WhatsApp Community

 

અનુપમા નો નવો પ્રોમો 

મેકર્સે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે સમર ના ગયા બાદ ઘર આખું વિખેરાઈ જાય છે. વનરાજ ડિપ્રેશન માં છે. કિંજલ અને તોશુ દેશ છોડી રહ્યા છે અને ડિમ્પી અનુપમા ના ઘરે છે.આવી સ્થિતિમાં હવે બા અને બાપુજી શાહ હાઉસમાં એકલા પડી ગયા છે. દરમિયાન બાપુજીને લાગે છે કે હવે પરિવારમાં એવું કોઈ નથી કે જેના માટે તેમણે અહીં રહેવું જોઈએ. તેઓ ગામમાં જવાનું નક્કી કરે છે. જ્યારે બા બાપુજી ગામમાં જતા હોય છે, ત્યારે બા ને ચક્કર આવે છે અને અનુપમા તેને સંભાળે છે.અનુપમા તેમને ગામ જતા રોકે છે. અનુપમા બા અને બાપુજીને પોતાની સાથે પોતાના ઘરે લઈ જાય છે.

અનુપમા માં આવશે ટ્વીસ્ટ 

અનુપમા બા અને બાપુજી ને તેના ઘર એટલેકે કાપડિયા મેંશન માં લઇ જાય છે. અને કહે છે કે હવે થી બા બાપુજી આપણી સાથે રહશે. આ સાંભળી અંનુજ ખુશ થાય છે. પરંતુ માલતીદેવી ને આ ગમતું નથી. હવે કાપડિયા મેંશન માં બા અને બાપુજીની એન્ટ્રી બાદ ભારે હોબાળો થવાનો છે. એક તરફ, માલતી દેવી બા બાપુજી ની એન્ટ્રીથી બિલકુલ ખુશ નથી. તો બીજી તરફ બા પણ તેની હરકતોથી હટશે નહીં. આવી સ્થિતિમાં બંને વચ્ચે મતભેદ જોવા મળશે.

આ  સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અભિમન્યુ અને અભીર પહેલા આ પાત્ર નું થશે દર્દનાક મૃત્યુ, જાણો શો માં આવનાર ટ્વીસ્ટ વિશે

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version