Anupama Gaurav sharma: શું અનુપમા માં તોશુ બની ને આવી રહ્યો છે આ અભિનેતા? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં કરી ચુક્યો છે કામ

Anupama Gaurav sharma: અનુપમા માં તોશુ ની ભૂમિકા ભજવી રહેલો અભિનેતા આશિષ મેહરોત્રા એ શો છોડી દીધો છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ આશિષ ની જગ્યા એ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેતા ને તોશુ માટે કાસ્ટ કરવામાં આવ્યો છે.

by Zalak Parikh
Anupama new twist yeh rishta kya kehlata hai fame actor gaurav sharma replaces aashish mehrotra as toshu

News Continuous Bureau | Mumbai

Anupama Gaurav sharma: અનુપમા સ્ટાર પ્લસ નો નંબર વન શો છે. આ શો માં આવતા ટિવ્સ્ટ એન્ડ ટર્ન્સ ચાહકો ને પસંદ આવી રહ્યા છે. આ શો માં પાંચ વર્ષ નો લિપ આવ્યો હતો જે બાદ થી ઘણા કલાકારો એ શો ને અલવિદા કહી દીધું હતું. પરંતુ આ શો માં તોશુ નું પાત્ર ભજવી રહેલો અભિનેતા આશિષ મેહરોત્રા એ શો ને અચાનક છોડી દેતા અનુપમા ના ચાહકો ને ઝટકો લાગ્યો છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મેકર્સે  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેતા ગૌરવ શર્મા ને તોશુ ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Anupama: અનુપમા ના વધુ એક કલાકારે કહ્યું શો અલવિદા, અભિનેતા ની એક પોસ્ટ એ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

અનુપમા માં ગૌરવ શર્મા ભજવશે તોશુ ની ભૂમિકા 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌરવ શર્મા અનુપમા માં નવો તોશુ બનવા જઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ટૂંક સમયમાં અનુપમા માટે શૂટિંગ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે,ગૌરવ શર્મા આ પહેલા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં જોવા મળી ચૂક્યો છે.આ શોમાં તેણે યુવરાજની ભૂમિકા ભજવી હતી.


તમને જણાવી દઈએ કે, મેકર્સ અને ગૌરવ શર્મા દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More