News Continuous Bureau | Mumbai
Anupama: સિરિયલ અનુપમા એ સ્ટાર પ્લસ ની લોકપ્રિય સિરિયલ છે. આ સિરિયલ ટીઆરપી લિસ્ટ માં હંમેશા ટોચ પર હોય છે. આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. છેલ્લા કેટલાક દિવસો થી એવું કહેવામાં આવી રહ્યું છે કે, અનુજ સિરિયલના આગામી એપિસોડમાં મૃત્યુ પામશે. મીડિયા રિપોર્ટ મુજબ શો ણ મેકર્સ સિરિયલ ની ટીઆરપી વધારવા માટે અનુજ ના ટ્રેક ને સમાપ્ત કરવા જઈ રહ્યા છે. હવે આ અંગે શો સાથે જોડાયેલા એક સૂત્ર એ ખુલાસો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Janhvi kapoor: ગુડી પડવા ના દિવસે બાપ્પા ના આશીર્વાદ લેવા ખુલ્લા પગે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી જાહ્નવી કપૂર, વિડીયો થયો વાયરલ
સૂત્ર એ અનુજ ના પાત્ર અંગે કર્યો ખુલાસો
સિરિયલ અનુપમા સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, “આ અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. આમાં જરા પણ સત્ય નથી. ગૌરવ, અનુજ તરીકે, શોનો અભિન્ન ભાગ બની રહેશે. આ અફવાઓ સંપૂર્ણપણે બનાવટી છે કારણ કે ગૌરવ શો છોડી રહ્યો નથી.’ તમને જણાવી દઈએ કે હાલ સિરિયલ માં અનુજ અને શ્રુતિ નો લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે.