ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
સિરિયલ ‘અનુપમા’ એકદમ રોમાંચક બની છે. કિંજલને મદદ કરવા માટે સમગ્ર શાહ પરિવાર એક થાય છે. તેના બૉસને તેના ઘૃણાસ્પદ કૃત્ય માટે સજા કરવા માટે તમામ લોકો ઑફિસ પહોંચે છે, ત્યાં તે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે.
આગામી એપિસોડમાં એ બતાવવામાં આવશે કે અનુપમાનો પરિવાર 'સ્વતંત્રતા દિવસ' ખાસ રીતે ઊજવવાની યોજના બનાવે છે. આ ખાસ અવસર પર તમામ લોકો અલગ-અલગ પોશાકમાં જોવા મળશે. કોઈ પંજાબી, કોઈ બંગાળી અને કોઈ ગુજરાતી ડ્રેસમાં જોવા મળશે. દરેક જણ તેના વિશે ખૂબ ઉત્સાહિત લાગે છે.
સમર અનુપમા પાસે જાય છે અને કહે છે કે તમે હંમેશાં તમારા પરિવાર સાથે ઊભા છો,પછી ભલે પરિવાર તમારા વિશે કશું પણ કહે. તમે દર વખતે પરિવારને સાથે રાખો. અનુપમા તેને કહે છે કે આને જ પરિવાર કહેવાય. પછી દરેક વ્યક્તિ બીજા દિવસે પોશાક પહેરે છે અને દરેક સુંદર લાગે છે. 'સ્વતંત્રતા દિવસ' ઊજવ્યા પછી શાહ પરિવાર મામાજીનો જન્મદિવસ ઊજવવાની યોજના બનાવે છે. લાંબા સમય પછી દરેક જણ ખુશ અને સાથોસાથ આનંદ માણે છે. હવે આગામી એપિસોડમાં નવું નાટક થવાનું છે. હજુ સુધી અનુપમા અને વનરાજની કાફે અને ડાન્સ એકૅડેમીની મુશ્કેલીનો અંત આવ્યો નથી.