Site icon

અનુજ ની પત્ની બની અનુપમા, શાહ પરિવારે કરી દુલ્હન ને વિદાય ,અનુજે અનુ ને આપી સૌથી મોટી સરપ્રાઈઝ; જાણો અનુપમા ના આગળ ના એપિસોડ વિશે

News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ અનુપમામાં અનુજ અને અનુપમા લગ્નના બંધનમાં(Maan wedding) બંધાઈ ગયા છે. તે જ સમયે, લગ્ન પછી વનરાજ(Vanraj) કહે છે કે હવે અનુપમાએ આ ઘર છોડી દીધું છે. આવી સ્થિતિમાં હવે તે ઘર પર પોતાનો સંપૂર્ણ નિયંત્રણ રાખશે. તે પાખી, સમર અને પરિતોષના પિતા અને માતા બંને બનવાનો પ્રયત્ન કરશે. આ સાથે જ અનુજ લગ્ન બાદ અનુપમાને ખાસ સરપ્રાઈઝ (Anuj surprise)આપવા જઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આજના એપિસોડમાં, પાખી, સમર અને પરિતોષ અનુપમાને તેમનું જીવન જીવવા માટે કહે છે. અનુજ અનુપમા માટે ખાસ ડાન્સ (Anuj dance performance)કરે છે. અનુજ અનુપમાને સેન્ડલ પહેરાવે છે. પરિતોષ અને સમર કહે છે કે તેમની લવ સ્ટોરી (love story) આ રીતે શરૂ થઈ હતી. આ રીતે તે તેના લગ્ન જીવનની શરૂઆત કરી રહ્યો છે. લીલાએ અનુપમાને વિદાય આપી. અનુપમાએ શાહ પરિવારમાં પોતાનો ભૂતકાળ સંભળાવ્યો. તે લાગણીશીલ (Anupama emotional) થઈ જાય છે. શાહ પરિવારે અનુપમાને વિદાય આપી. અનુજ કહે છે કે તેને વિદાય સિવાય લગ્નની તમામ વિધિઓ પસંદ છે.અનુજ કહે છે કે જ્યારે છોકરી તેનું ઘર છોડીને જાય છે ત્યારે તે ખૂબ જ દુઃખી થાય છે. જો અનુપમા ઈચ્છે તો તે પોતાની કાર પાછી ફેરવી શકે છે. અનુપમા કહે છે કે જો દરેક છોકરી આ રીતે પાછી જાય તો તે પોતાનું નવું જીવન શરૂ નહીં કરી શકે. એક છોકરી એક પરિવાર છોડીને બીજા પરિવારમાં જાય છે. તે જ સમયે, અનુજ અને અનુપમાની કારનું ટાયર પંચર (tyre puncture) થઈ જાય છે. અનુજ ડ્રાઈવરને તેનો સમય લેવા કહે છે. અનુપમા કહે છે કે તેને ઘરે જવાની કોઈ ઉતાવળ નથી? અનુજનું કહેવું છે કે રિવાજોના કારણે ઘરે ગયા પછી સમય નહીં મળે. અનુજ અનુપમાને સરપ્રાઈઝ ની વાત કહે છે.

આ સમાચાર પણ વાંચો: 'તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ ના ચાહકોને લાગશે આંચકો! શૈલેષ લોઢા પછી હવે આ અભિનેત્રી પણ છોડી શકે છે શો; જાણો કોણ છે તે એક્ટ્રેસ

અનુપમાના ગયા પછી, વનરાજ વિચારે છે કે અનુપમા ઘરની સંભાળ કેવી રીતે લેતી હતી. તે જ સમયે, અનુજ તેના પૈતૃક ઘરને (family house)અનુપમાના નામે કરી ને આશ્ચર્યચકિત કરે છે. અનુજ કહે છે કે અનુપમાને તેના ઘરે લાવવાનું તેનું સપનું હતું.અનુજ દરવાજો ખોલે છે અને અનુપમા આટલું મોટું ઘર જોઈને ચોંકી જાય છે. જીકે, દેવિકા, પરિતોષ અને શાહ પરિવાર અનુજ અને અનુપમાનું સ્વાગત(welome Anupama) કરે છે. અનુજ અને અનુપમાની ઘરમાં એન્ટ્રી થાય છે. આગામી એપિસોડમાં, અનુપમાને ખબર પડે છે કે અનુજે તેનો બિઝનેસ (business)અને ઘર તેના નામે  ટ્રાન્સફર (transfer)કરી દીધું છે.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version