Site icon

વૈભવી જીવન ને બદલે મિડલ ક્લાસ જીવન જીવવું પસંદ કરે છે ટીવી ની હાઈએસ્ટ પેડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી

ટીવી સિરિયલ અનુપમા થી ઘર-ઘર માં ઓળખ મેળવનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે કેમ તે એક મિડલ ક્લાસ જીવન જીવવાનું પસંદ કરે છે.

Anupama actress Rupali Ganguli reveled that she likes to live a middle class life

 News Continuous Bureau | Mumbai

સ્ટાર પ્લસ ની સિરિયલ ‘અનુપમા’ ( Anupama )  આજે દરેક ઘરમાં જોવામાં આવતી સિરિયલો માની એક છે. આ ટીવી સીરિયલ થી ઘર-ઘર ફેમસ થયેલી રૂપાલી ગાંગુલી ( Rupali Ganguly ) આજે નાના પડદાની સૌથી વધુ ફી લેતી અભિનેત્રીઓમાંની ( actress  ) એક છે. લાંબો બ્રેક લીધા બાદ તેને ટીવી સિરિયલ અનુપમા થી ટેલિવિઝન ની દુનિયા માં કમબેક કર્યું છે. આજે તેની ગણતરી ટોચ ની અભિનેત્રી માં થાય છે. રૂપાલી પાસે કરોડો રૂપિયા હોવા છતાં, તે સામાન્ય જીવન (middle class life ) જીવવાનું પસંદ કરે છે. તાજેતરમા જ તેણે પોતાના જીવન વિશે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે તે અંદરથી એકદમ મિડલ ક્લાસ છે.

Join Our WhatsApp Community

 એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં રૂપાલી ગાંગુલીએ ખુલાસો કર્યો હતો કે, તેના પિતા અનિલ ગાંગુલી દિગ્દર્શક-નિર્માતા હોવા છતાં, તેણીને વિશેષાધિકાર મળ્યો નથી. કોલેજના દિવસોમાં તે બસમાં મુસાફરી કરતી હતી. પૈસા બચાવવા માટે તે ચાલી ને ઓડિશન માટે જતી હતી અને આજે પણ તે એવી જ છે.રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે તેને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવાનું પસંદ છે. અભિનેત્રીએ કહ્યું, “આજે પણ હું ટ્રેન-બસમાં મુસાફરી કરું છું. મને ટ્રેન, બસ અને ઓટોમાં મુસાફરી કરવી ગમે છે. જ્યારે રૂપાલી ને શું પબ્લિક ટ્રાન્સપોર્ટ માં મુસાફરી કરવાથી લોકો તેની પાસે નથી આવતા. આ પ્રશ્ન પર અભિનેત્રીએ જવાબ આપ્યો કે ‘તે માસ્ક પહેરીને અને મેકઅપ ઉતારીને મુસાફરી કરે છે. કોઈ આવતું નથી. તેણે કહ્યું કે અન્ય અભિનેત્રીઓ એવી હોબાળો મચાવે છે કે સેલિબ્રિટી હોવાને કારણે લોકો તેમને ઘેરી લે છે. જો કે, જો તેઓ માસ્ક પહેરીને અને મેકઅપ કાઢીને મુસાફરી કરે છે, તો કોઈ તેમને ઓળખશે નહીં.’

આ સમાચાર પણ વાંચો:  ઇન્ટરનેટ પર વેચાઇ રહ્યો છે WhatsApp વપરાશકર્તાઓનો ડેટા: તમારો ડેટા લીક થયો છે કે કેમ? તે આ રીતે, અહીં તપાસો

જ્યારે રૂપાલી ગાંગુલીને પૂછવામાં આવ્યું કે તે ટીવીની સૌથી મોંઘી અભિનેત્રી છે અને છતાં તે મિડલ ક્લાસ જીવન જીવી રહી છે તો તે આટલા પૈસાનું શું કરશે. આ અંગે અભિનેત્રીએ કહ્યું, “તે તમે જેના માટે પૈસા કમાઈ રહ્યા છો તેના પર નિર્ભર છે. મારું એક સપનું છે. હું વૃદ્ધ લોકો માટે રહેવા માટે ઘર તેમજ પ્રાણીઓ માટે એનિમલ શેલ્ટર હોય તેવું ઈચ્છું છું. હું કોઈ એનજીઓ વગેરે ચલાવવા માંગતી નથી કે હું દાન એકત્રિત કરવા માંગતી નથી. મારી પાસે આટલા પૈસા છે. હું તે તમામ પ્રાણીઓ ની દેખરેખ રાખું જે મારા એનિમલ શેલ્ટરમાં હોય. હું એવા લોકોને મારી સાથે રાખું, જેમને તેમના ઘરમાંથી પ્રેમ નથી મળતો. આ એક પરીકથા સ્વપ્ન જેવું (fairy tell dream) છે, પરંતુ તે સાકાર થશે. હું આ માટે પૈસા બચાવી રહી છું.”

Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Exit mobile version