Site icon

Anupamaa controversy: અનુપમા ના મેકર્સ ની વધી મુશ્કેલી, AICWA ના અધ્યક્ષે સિરિયલ ના સેટ પર થયેલા નિધન ને હત્યા ગણાવતા નિર્માતા સામે મૂકી આવી માંગણી

Anupamaa controversy: અનુપમા છેલ્લા ઘણા સમય થી ચર્ચામા છે. તાજેતર માં અનુપમા ના સેટ પર એક લાઇટમેન નું કરંટ લાગવાને કારણે નિધન થયું હતું હવે AICWA ના અધ્યક્ષે સિરિયલ ના સેટ પર થયેલા આ નિધન ને હત્યા ગણાવતા નિર્માતા સામે કેટલીક માંગ કરી છે.

anupamaa aicwa claims makers are not cooperative after death of light man

anupamaa aicwa claims makers are not cooperative after death of light man

News Continuous Bureau | Mumbai

Anupamaa controversy: અનુપમા છેલ્લા ઘણા સમય થી ચર્ચામા છે. પહેલા અનુપમા ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી હતી. ત્યારબાદ સિરિયલ નું રેટિંગ પણ ઘટી ગયું હતું હવે ફરી એકવાર અનુપમા ચર્ચામાં આવી છે. તાજેતર માં અનુપમા ના સેટ પર એક લાઇટમેન નું કરંટ લાગવાને કારણે નિધન થયું હતું હવે AICWA ના અધ્યક્ષે સિરિયલ ના સેટ પર થયેલા આ નિધન ને હત્યા ગણાવતા નિર્માતા સામે કેટલીક માંગ કરી છે. આ સાથે જ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ મેકર્સ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે અનુપમા સિરિયલના નિર્માતાઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Naga chaitanya and sobhita dhulipala: નાગા ચૈતન્ય આ દિવસે લેશે શોભિતા સાથે સાત ફેરા! કપલ નું વેડિંગ કાર્ડ થયું લીક,લગ્ન ની વિગતો આવી સામે

અનુપમા ના મેકર્સ ની મુશ્કેલી વધી 

ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખે સિરિયલ અનુપમાને લઈને કહ્યું કે ‘અનુપમાના સેટ પર એક કાર્યકરની હત્યા કરવામાં આવી છે. 14 નવેમ્બરના રોજ સેટ પર 32 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સેટ પર ખોટી મેન્ટેનન્સને કારણે આ વ્યક્તિ ને વીજ કરંટ લાગ્યો હતો. આ વ્યક્તિ સાથે અકસ્માત થયા પછી પણ સેટ પર શૂટિંગ ચાલી રહ્યું હતું. ટીમના સભ્યો આ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેના મૃત્યુ બાદથી શોના મેકર્સ આ વ્યક્તિની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેટ પર કોઈ સહકાર આપવા તૈયાર નથી.’


અનુપમા ના મેકર્સ નું આવું વર્તન જોઈને ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને એકનાથ શિંદેને પત્ર લખીને સમગ્ર મામલાની માહિતી આપી છે. એટલું જ નહીં, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને માંગ કરી છે કે રાજન શાહીએ મૃતક વ્યક્તિ ના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર પણ ચૂકવવું પડશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version