ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ ઑગસ્ટ, ૨૦૨૧
સોમવાર
સ્ટાર પ્લસની સિરિયલ ‘અનુપમા’માં અનુપમા અને વનરાજના જીવનમાં સુખ કદી ટકતું જ નથી. ડાન્સ એકૅડેમી અને કૅફે હજુ હમણાં જ ખૂલી છે અને એના પર મોટી મુશ્કેલી આવી પડી છે. બાપુજીએ વર્ષો સુધી ટૅક્સ ભર્યો નહીં એના કારણે તેમને 20 લાખ રૂપિયા ટૅક્સ ભરવો પડશે. શાહ પરિવારમાં 20 લાખને લઈને ખૂબ હંગામો થાય છે. રાખી દવે અનુપમા અને વનરાજને પૈસા આપવાની ઑફર કરે છે, પરંતુ વનરાજ એ ઑફરને ઠુકરાવી દે છે. કાવ્યા આ વાત પર ખૂબ ગુસ્સે થાય છે અને બાપુજીને ખરીખોટી સંભળાવે છે.
અમિતાભ બચ્ચન તેમની એક પોસ્ટને લઈને થયા જબરજસ્ત ટ્રોલ; જાણો વિગત
હવે આવનાર એપિસોડ રોમાંચક થવાનો છે. આવનાર એપિસોડમાં એવું બતાવવામાં આવશે કે કાવ્યા આ હંગામા પછી લૉન્ગ ડ્રાઇવ પર જતી રહેશે એના લીધે પાખી તેની ડાન્સ પ્રૅક્ટિસ નહીં કરી શકે. અનુપમા પાખીને ડાન્સ શિખવાડવાની વાત કરે છે, પરંતુ પાખી ના પાડી દે છે તેમ જ પાખી કહે છે કે જો તે ડાન્સ કૉમ્પિટિશનમાં હારી તો તેની જવાબદારી તમારી હશે. પાખી અનુપમા સાથે બદતમીજી કરે છે અને ખરીખોટી સંભળાવે છે, કિંજલ તેને રોકવા જાય છે પાખી તેનું પણ સાંભળતી નથી. નંદિની પાખીની મદદ કરવા જાય છે, પરંતુ પાખી બંનેને અનુપમાની ચમચી કહે છે આ બધું જોઈને સમર અને પારિતોષને ખૂબ જ ખરાબ લાગે છે.