News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં બી-ટાઉન નું આ પાવર કપલ જીમ માં પંજાબી ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ફની વીડિયોમાં અનુષ્કા અને વિરાટ નો ડાન્સ લોકોને ઘણો પસંદ આવ્યો હતો. હવે આ સ્ટાર કપલનો વધુ એક વીડિયો હેડલાઈન્સમાં છે, જેમાં વિરાટ-અનુષ્કા ટીમ બનાવીને અન્ય કપલ સાથે બેડમિન્ટન રમતા જોવા મળી રહ્યા છે.
અનુષ્કા-વિરાટ ની ટિમ
જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં જ બેંગલુરુમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ટીમ બનાવીને બેડમિન્ટન ની રમત રમી હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ અને અનુષ્કા બીજા કપલ સાથે બેડમિન્ટનની મજા માણી રહ્યાં છે જ્યારે આસપાસ ઉભેલા લોકો તેમને ચીયર કરી રહ્યાં છે. વીડિયોમાં અનુષ્કા અને વિરાટ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બેડમિન્ટનની આ રમત જીતી જાય છે
View this post on Instagram
અનુષ્કા-વિરાટ નું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટ પર, વિરાટ કોહલી હાલમાં IPLમાં વ્યસ્ત છે, જ્યારે અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’ માટે ચર્ચામાં છે. ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. જો કે ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત છે.