ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર
અનુષ્કા શર્મા માટે સમાચારોમાં રહેવું એ આમ સામાન્ય છે. પરંતુ જ્યારથી તેની પુત્રી વામિકા નો જન્મ થયો છે, ત્યારથી તે સતત સમાચારોનો ભાગ બની રહી છે. અભિનેત્રી ના ચાહકો તેને જોવા આતુર છે. ચાહકોના મનમાં એક જ વાત છે કે અનુષ્કા શર્માની લવલી બેબી ગર્લ ની ઝલક કેવી રીતે મેળવી શકાય. હાલમાં અભિનેત્રી એ તેની બાળકીની તસવીર શેર કરી નથી.જો કે તેના ચાહકો વામિકા કોહલીની તસવીર જોવા વિનંતી કરતા રહે છે. પરંતુ અભિનેત્રી એ ચાહકોની લાખો વિનંતીઓ છતાં હજુ સુધી પુત્રીનો ચહેરો જાહેર કર્યો નથી.

તમને જણાવી દઈએ કે, જ્યારે અનુષ્કા શર્મા પોતાની દીકરી સાથે બસમાંથી નીચે ઉતરી રહી હતી ત્યારે ત્યાં ઘણા પાપારાઝી હાજર હતા. અભિનેત્રીની સાથે તેનો પતિ વિરાટ પણ હતો. કેમેરામેન તેની તસવીરો લેવા લાગ્યો. જોકે અનુષ્કા શર્મા દીકરીને કેમેરાથી બચાવતી જોવા મળી હતી.તે જ સમયે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે અનુષ્કા શર્મા એ તેની દીકરી વામિકા ને ઉચકી છે. જો કે, કેમેરામેન વામિકાની તસવીર લેવામાં સફળ રહ્યા અને હવે તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.તસવીરમાં વિરાટની પુત્રી નો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વિરાટ કોહલીની દીકરી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ વામિકાના વખાણ કરતા થાકતા નથી. આ સાથે લોકો વામિકાને વિરાટની કોપી કહી રહ્યા છે.