News Continuous Bureau | Mumbai
Anushka sharma: અનુષ્કા શર્મા એક પુત્રી ની માતા છે. થોડા સમય પહેલા અનુષ્કા શર્મા ને એક ક્લિનિક માંથી બહાર નીકળતી જોવા મળી હતી ત્યારથી અભિનેત્રી ની બીજી પ્રેગ્નન્સી ને લઇ ને અટકળો લગાવવામાં આવી હતી. ઘણા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યો હતું કે અનુષ્કા શર્મા બીજી વખત ગર્ભવતી છે. આ ઉપરાંત ઘણી વખત, ચાહકો તેના ફોટા જોઈને અભિનેત્રીની ગર્ભાવસ્થા વિશે અનુમાન લગાવતા રહે છે. હવે આ દરમિયાન અનુષ્કાએ એક પોસ્ટ કરી છે, જેના પછી તેની પ્રેગ્નન્સીના સમાચારે વધુ જોર પકડ્યું છે. આ પોસ્ટ પર કેટલાક ચાહકોએ તેને અભિનંદન આપવાનું પણ શરૂ કરી દીધું છે.
અનુષ્કા શર્મા ની પોસ્ટ
હાલમાં જ અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પ્રેગ્નન્સી ટેસ્ટ કીટની જાહેરાત શેર કરી છે. આ વીડિયો જોયા બાદ લોકો અનુષ્કાને તેની બીજી પ્રેગ્નન્સી માટે અભિનંદન પાઠવી રહ્યા છે. લોકોનું માનવું છે કે અનુષ્કા એ જાહેરાત ની મદદ થી તેની બીજી પ્રેગ્નન્સી વિશે સંકેત આપ્યો છે.
View this post on Instagram
આ જાહેરાત જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- ‘અમે સમજીએ છીએ કે તમે ફરીથી ગર્ભવતી છો.’ ઘણા યુઝર્સ અભિનેત્રી ને અભિનંદન આપી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન