ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના વર્ષ 2017માં લગ્ન થયાં હતાં. લગ્નનાં ત્રણ વર્ષ પછી 11 જાન્યુઆરી 2021માં અનુષ્કાએ દીકરી વામિંકાને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ નવી પહેલ કરી છે. અનુષ્કા પોતાના મેટરનિટી કપડાં ઑનલાઇન ચૅરિટી સેલમાં વેચી અને પૈસા ભેગા કરશે. અનુષ્કા આ રકમ 'સ્નેહા' નામના ફાઉન્ડેશનમાં આપશે. આ ફાઉન્ડેશન સાથે મળીને અનુષ્કા મેટરનલ હેલ્થનું સમર્થન કરી રહી છે. આ પહેલ અંગે અનુષ્કા શર્માએ કહ્યું હતું કે આ વિચાર તેને પ્રેગ્નન્સી દરમિયાન આવ્યો હતો. આ બહુ જ સરળ રીત છે. આ કારણે આપણામાંથી દરેક સારી રીતે જીવન જીવી શકે છે. એ પણ સર્ક્યુલર ફૅશન સિસ્ટમથી કપડાં શૅર કરી શકાય અને ખરીદી શકાય. આનાથી પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે. પ્રેગ્નન્સી દરમિયાન તેણે જીવનના આ તબક્કા અંગે વિચાર્યું હતું. આથી જ સર્ક્યુલર ઈકોનૉમીમાં ભાગ લઈ શકો છો. આથી જ તેને આશા છે કે ઈકોસિસ્ટમને એકસાથે શરૂ કરી શકાય.
અનુષ્કાએ આગળ કહ્યું હતું, 'ઉદાહરણ તરીકે ભારતનાં શહેરોમાં માત્ર એક ટકા પ્રેગ્નન્ટ મહિલાઓએ પણ નવાં કપડાંની જગ્યાએ પ્રી લવ્ડ મેટરનિટી કપડાં ખરીદ્યાં તો આપણે દર વર્ષ પરંપરાગત રીતે એક વ્યક્તિ 200 વર્ષથી વધુ જેટલું પાણી પીએ છે, તેટલું પાણી બચાવી શકીશું. આ એક એવી રીત છે, જેમાં દરેક વ્યક્તિનો નાનો અમથો પણ પ્રયાસ કરે તો પાણી બચાવી શકે છે.' અનુષ્કાએ જે કપડાં સેલ માટે આપ્યાં, એમાંથી અઢી લાખ લિટરથી વધુ પાણી બચી શકશે.