News Continuous Bureau | Mumbai
Dabangg 4: સલમાન ખાન ની ફિલ્મ દબંગ ને સારો પ્રતિસાદ મળ્યો હતો ત્યારબાદ દબંગ ના 2 ભાગ આવ્યા. તેને પણ દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ચાહકો દબંગ 4 ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ પ્રોડ્યુસર અને અભિનેતા અરબાઝ ખાને ફિલ્મ ને લઇને મોટું અપડેટ આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Orry: આ રીતે પાર્ટી માં જઈને ઓરી કમાય છે લાખો રૂપિયા, સ્ટાર કિડ્સ ના ફ્રેન્ડ એ પોતે કર્યો ખુલાસો
અરબાઝ ખાને આપ્યું દબંગ 4 પર અપડેટ
એક ઈન્ટરવ્યુ દરમિયાન અરબાઝ ખાને ‘દબંગ 4’ બનાવવાના સમાચારની પુષ્ટિ કરી છે. અરબાઝ ખાને કહ્યું કે ‘જ્યારે પણ યોગ્ય સમય હશે ત્યારે ફિલ્મ ‘દબંગ 4’ રિલીઝ થશે. સલમાન ખાન અને હું હાલમાં પોતાના અંગત પ્રોજેક્ટમાં વ્યસ્ત છીએ.’ આ ઉપરાંત દિગ્દર્શનમાં પાછા ફરવા અંગે અરબાઝ ખાને કહ્યું કે ‘તેને ‘દબંગ 4’નું દિગ્દર્શન કરવાનું ગમશે પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી.’