Site icon

Arbaaz khan: અરબાઝ ખાને તેના અને જ્યોર્જિયા ના બ્રેકઅપ પર તોડ્યું મૌન, જ્યોર્જિયા ની આ વાત ને ગણાવી ખોટી

Arbaaz khan: અરબાઝ ખાને શૂરા ખાન સાથે લગ્ન કર્યા છે. આ અગાઉ અરબાઝ જ્યોર્જિયા ને ડેટ કરતો હતો.જ્યોર્જિયા ઘણી વખત તેમના બ્રેકઅપની વાત કરી ચૂકી છે, પરંતુ હવે અરબાઝ ખાને પહેલીવાર આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

arbaaz khan open up on breakup with georgia andriani

arbaaz khan open up on breakup with georgia andriani

News Continuous Bureau | Mumbai 

Arbaaz khan: અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે ડિસેમ્બર 2023 માં લગ્ન કર્યા હતા. હાલ અરબાઝ તેની મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યો છે. શૂરા ખાન સાથે લગ્ન પહેલા અરબાઝ ખાન જ્યોર્જિયા ને ડેટ કરતો હતો. ત્યારબાદ બંને નું બ્રેકઅપ થઇ ગયું. જ્યોર્જિયા એ તેના બ્રેકઅપને લઈને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, પરંતુ અરબાઝ એ આ વિશે કોઈ વાત કરી નહોતી. હવે અરબાઝ ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વિશે સ્પષ્ટતા આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vikrant massey: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, અભિનેતા એ પોસ્ટ શેર કરી આપી માહિતી

 

અરબાઝ ખાને આપી સ્પષ્ટતા 

એક મીડિયા હાઉસ ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરબાઝ ખાને કહ્યું,  ‘બે વર્ષ પહેલા જ્યોર્જિયા અને મારું બ્રેકઅપ થઈ ગયું હતું. હું તે સમયે શૂરાને પણ મળ્યો ન હતો. તેથી લગ્નના થોડા દિવસો પહેલા અમારા બ્રેકઅપ પર ઇન્ટરવ્યુ આપવાનું અમારા માટે યોગ્ય ન હતું. હું જાણું છું કે કેટલાક ઇન્ટરવ્યુમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમારી વચ્ચે અંત સુધી બધું બરાબર હતું, પરંતુ આ ખોટું છે. મને અહીં બેસીને આવો ખુલાસો આપવો પડ્યો તે ખૂબ જ દુઃખની વાત છે, પરંતુ શૂરાને મળતા પહેલાં જ મારો અગાઉનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો. મેં તેને એક વર્ષ સુધી ડેટ કર્યું. એ ઈન્ટરવ્યુમાં કોઈ ટાઈમલાઈન નહોતી અને એ વાંચીને લોકોને એવું લાગતું હતું કે એ સંબંધ પછી હું આ સંબંધમાં આગળ વધ્યો છું, જે સાચું નથી. મેં 1-1.5 વર્ષ સુધી કોઈને ડેટ નથી કર્યું. આ સત્ય છે.’

 

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version