News Continuous Bureau | Mumbai
Arbaaz khan:અરબાઝ ખાન અને શૂરા ખાને પરિવાર અને મિત્રો ની હાજરી માં 24 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. હાલ નવવિવાહિત કપલ હનીમૂન પર છે.અરબાઝ ખાન ના લગ્ન ના ઘણા વિડીયો અને તસવીરો વાયરલ થઇ હતી. હવે અરબાઝ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં અરબાઝ ખાન તેની પત્ની શૂરા ખાન ને પ્રપોઝ કરી રહ્યો છે. આ વિડીયો તેમના લગ્ન ના ચાર દિવસ પહેલાનો છે.
અરબાઝ ખાને કર્યું શૂરા ખાન ને પ્રપોઝ
અરબાઝ ખાન નો શૂરા ખાન ને પ્રપોઝ કરતો વિડીયો સોશિયલ મીડિયા પ[ર વાયરલ થઇ રહ્યો છે. જેમાં અરબાઝ ખાન ખુબજ રોમેન્ટિક અંદાજ માં શૂરા ને પ્રપોઝ કરી રહ્યો છે. વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, અરબાઝ ખાન ફૂલ ના ગુચ્છા સાથે ઘુંટણીયે બેસી ને શૂરા ને પ્રપોઝ કરે છે અને અર્પિતા શર્મા તે ફૂલ ના ગુચ્છા માંથી વીંટી કાઢે છે જે અરબાઝ ખાન શૂરા ખાન ને પહેરાવે છે. આ દરમિયાન આયુષ શર્મા, અર્પિતા શર્મા અને અરબાઝ ખાન નો પુત્ર અરહાન ખાન જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
અરબાઝ ખાન ની પત્ની શૂરા ખાને આ વિડીયો શેર કરતા લખ્યું, ’19મીએ હા કહેવાથી લઈને 24મી ડિસેમ્બરે લગ્ન કરવા સુધી, બધું જ ઝડપથી થયું.’
આ સમાચાર પણ વાંચો : Arbaaz khan: લગ્ન બાદ અરબાઝ ખાને શૂરા માટે કર્યું આ કામ, ખુશી માં પત્ની એ લગાવ્યો પતિ ને ગળે, જુઓ વિડીયો