News Continuous Bureau | Mumbai
Arbaaz khan:બોલિવૂડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન ફરી એકવાર તેના અંગત જીવન ને લઈને ચર્ચામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અરબાઝ ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. અભિએન્ટ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે, મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાનને ડેટ કરી રહ્યો છે અને તેઓ ટૂંક સમયમાં લગ્ન ના બંધન માં બંધાશે.
અરબાઝ ખાન કરશે બીજા લગ્ન
ઘણા મીડિયા રિપોર્ટ્સ માં એવું કેહવામાં આવી રહ્યું છે કે, અરબાઝ અને શુરા 24 ડિસેમ્બર ના રોજ તેમના પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કરશે. જો કે, અરબાઝ અને શૂરા બંનેએ તેમના સંબંધો વિશે મૌન જાળવી રાખ્યું છે અને તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર નિવેદન શેર કર્યું નથી. હવે આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો અભિનેતાની સત્તાવાર જાહેરાત ની રાહ જોઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Salman khan: પાપારાઝી સામે સલમાન ખાને કર્યું એવું વર્તન કે ટ્રોલ થયો અભિનેતા, જુઓ વિડીયો
તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન ના લગ્ન બોલિવૂડ દિવા મલાઈકા અરોરા સાથે થયા હતા. અરબાઝ અને મલાઈકા એ વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા ત્યારબાદ વર્ષ 2017 માં તેમના છૂટાછેડા થઇ ગયા. મલાઈકા સાથે ના છૂટાછેડા બાદ અરબાઝ ખાન ઘણા વર્ષો સુધી અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની ને ડેટ કરતો હતો પરંતુ થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે અરબાઝ અને જ્યોર્જિયા નું બ્રેકઅપ થઈ ગયું છે. હવે નવીનતમ અહેવાલ મુજબ અરબાઝ મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. કથિત રીતે આ કપલ તેમની આગામી ફિલ્મ પટના શુક્લા ના સેટ પર મળ્યા હતા.