Site icon

Arjun kapoor in singham again:અજય દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેઇન માં થઇ અર્જુન કપૂરની એન્ટ્રી, રોહિત શેટ્ટીની ફિલ્મમાં ભજવશે આ ભૂમિકા

Arjun kapoor in singham again: રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ, સિંઘમ ની આગામી ફિલ્મ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અર્જુન કપૂર આ ફિલ્મની કાસ્ટ સાથે જોડાયો છે.

arjun kapoor will play negetive character in singham again

arjun kapoor will play negetive character in singham again

News Continuous Bureau | Mumbai 

Arjun kapoor in singham again:રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અને તેની સિક્વલની અલગ ફેન ફોલોઈંગ છે. સિંઘમ અને સિંઘમ રિટર્ન બાદ હવે સિંઘમ અગેઇન આવવાની છે. જેને લઈને ચાહકોની ઉત્સુકતા ચરમસીમાએ છે. સિંઘમ અગેઇનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમાં અજય દેવગન, કરીના કપૂર, રણવીર સિંહ, અક્ષય કુમાર અને દીપિકા પાદુકોણ જેવા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ નેગેટિવ રોલ કરવા જઈ રહ્યો છે. હવે, ફિલ્મ વિશે મળેલા લેટેસ્ટ અપડેટ મુજબ, ફિલ્મ સાથે એક નવું નામ જોડવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

 

અર્જુન કપૂર ની થઇ સિંઘમ અગેઇન માં એન્ટ્રી 

એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, અર્જુન કપૂર સિંઘમ અગેઇનમાં પણ જોવા મળશે. ઇન્ડસ્ટ્રીના એક સૂત્રએ ન્યુઝ પોર્ટલ ને કહ્યું, “હા, અર્જુન કપૂર રોહિત શેટ્ટી કોપ યુનિવર્સ માં જોડાઈ રહ્યો છે અને આ સૌથી મોટું સરપ્રાઈઝ છે જેને રોહિત અને તેની ટીમે છુપાવી રાખ્યું છે. જો કે, વાર્તામાં ટ્વિસ્ટ એ છે કે અર્જુન આ હીરોનો રોલ નહીં પણ એક ખલનાયકનો રોલ કરી રહ્યો છે. અર્જુન 4 સુપરકોપ્સ – સિંઘમ, સિમ્બા, સૂર્યવંશી અને લેડી સિંઘમ સાથે વિલન બની ને ટકરાશે.”  અહેવાલ મુજબ, અર્જુને આગામી એક્શન-થ્રિલરમાં તેના રોલ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. જોકે, મેકર્સ કે અર્જુન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો  : Kapil sharma: કપિલ શર્મા શો માં જવા વાળા ચાહકો થઇ જાઓ સાવધાન! દર્શકોને લૂંટી રહી છે આ ખતરનાક જાહેરાત, કોમેડિયન એ કર્યો આ વિશે ખુલાસો

ક્યારે રિલીઝ થશે સિંઘમ અગેઇન ?

સ્ત્રોતે અહેવાલમાં વધુમાં ઉમેર્યું હતું કે, “રોહિત તેનું કાસ્ટિંગ ખૂબ જ કાળજીપૂર્વક કરી રહ્યો છે અને તેને ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનાવવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છે. તે ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર્સને એકસાથે લાવ્યો છે અને એક્શન થ્રિલર સાથે બૉક્સઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.”ઉલ્લેખનીય છે કે સિંઘમ અને સિંઘમ રિટર્ન્સ પછી સિંઘમ અગેઇન સિંઘમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે અને સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, સિમ્બા અને સૂર્યવંશી પછી રોહિત શેટ્ટીની યુનિવર્સ ની પાંચમી ફિલ્મ છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની છે અને 2024માં મોટા પડદા પર રિલીઝ થશે.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version