Arjun Rampal Mahakaleshwar Temple| અર્જુન રામપાલ પહોંચ્યો મહાકાલના શરણમાં ‘ધુરંધર 2’ ની સફળતા બાદ ભસ્મ આરતીમાં લીધો ભાગ; ફોટો થયા વાયરલ

Arjun Rampal Mahakaleshwar Temple| ઉજ્જૈનમાં મેજર ઈકબાલનો ભક્તિમય અંદાજ; ફિલ્મને મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ ભગવાનનો આભાર માનવા પહોંચ્યો અભિનેતા.

by Zalak Parikh
Arjun Rampal Mahakaleshwar Temple| અર્જુન રામપાલ પહોંચ્યો મહાકાલના શરણમાં ‘ધુરંધર 2’ ની સફળતા બાદ ભસ્મ આરતીમાં લીધો ભાગ; ફોટો થયા વાયરલ

 

News Continuous Bureau | Mumbai

Arjun Rampal Mahakaleshwar Temple| અર્જુન રામપાલની ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ સફળતાની વચ્ચે રવિવારે અર્જુન રામપાલે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. અભિનેતાએ ત્યાં ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને ભગવાન મહાકાલની પૂજાઅર્ચના કરી હતી. અર્જુને આ મુલાકાતને ‘ભગવાનનું તેડું’ ગણાવ્યું હતું.

શાંતિ અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

મહાકાલના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતા અર્જુને જણાવ્યું હતું કે, “ભગવાનના બોલાવવાથી જ હું અહીં આવ્યો છું. મેં અહીં દરેકની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે.” સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોઝમાં અર્જુન રામપાલ વૈદિક મંત્રો લખેલો મરૂન રંગનો ખેસ પહેરેલો જોવા મળી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન તેણે મદર્સ ડે નિમિત્તે દુનિયાની તમામ માતાઓ માટે પણ વિશેષ પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું.

‘મેજર ઈકબાલ’ ના પાત્રમાં છવાયો અર્જુન

આદિત્ય ધર દ્વારા નિર્દેશિત સ્પાય એક્શન ફિલ્મ ‘ધુરંધર 2’ માં અર્જુન રામપાલે મેજર ઈકબાલની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં તેનો રોલ એક પાકિસ્તાની આઈએસઆઈ માસ્ટરમાઇન્ડનો છે, જેની વાર્તા 26/11 ના મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલી છે. ફિલ્મની સફળતા બાદ અર્જુને સ્વીકાર્યું કે દર્શકો તરફથી મળી રહેલો પ્રતિસાદ આખી ટીમ માટે અકલ્પનીય અને આઘાતજનક છે.

ટીમમાં ખુશી અને ઉત્સાહનો માહોલ

ફિલ્મના બ્લોકબસ્ટર પ્રદર્શન બાદ અર્જુને કહ્યું કે તે હજુ પણ આ સફળતા પર વિશ્વાસ કરી શકતો નથી. તેની ટીમના તમામ સભ્યો ખૂબ જ ઉત્સાહિત અને ભાવુક છે. અર્જુન મુજબ, નિર્દેશક આદિત્ય ધર અવારનવાર આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે અને તેનાથી પ્રેરિત થઈને તે પોતે પણ આ સફળતાના ક્ષણે મહાકાલના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીની આ બીજી ફિલ્મ અત્યારે સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Shilpa Shetty New Show Maa Hai Na| શિલ્પા શેટ્ટી હોસ્ટ કરશે કોમેડી કુકિંગ શો ટીના આહુજાથી લઈને ક્ષિતિજ ધોળકિયા સુધીના GenZ સેલેબ્સ મચાવશે ધૂમ

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More