ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઓક્ટોબર, 2021
બુધવાર
બોલીવુડ કિંગ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર ફેંસલો આવ્યો છે.
ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન અને તેના સાથીદારો અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાની જામીન અરજી કોર્ટે નકારી દીધી છે.
આમ, બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન અને તેના સાથીદારોને હજી પણ આર્થર રોડ સ્થિત મુંબઈ સેન્ટ્રલ જેલમાં જ રહેવું પડશે
ઉલ્લેખનીય છે કે 2જી ઓક્ટોબર (ગાંધી જયંતિ)એ આર્યન ખાન અને તેના અન્ય સાથીદારોની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ધરપકડ કરી હતી. ત્યારથી આર્યન અને તેના સાથીદારો જેલમાં જ છે.
