Site icon

The Bads Of Bollywood Preview: આર્યન ખાનની પહેલી વેબ સિરીઝ “The Bads Of Bollywood” નું પ્રિવ્યૂ થયું રિલીઝ, શાહરુખ ખાન સહિત આ સ્ટાર્સ નો હશે કેમિયો

The Bads Of Bollywood Preview: શાહરુખ ખાનના વોઇસ ઓવરથી શરૂ થતી આર્યન ખાનની પહેલી વેબ સિરીઝ “The Bads Of Bollywood” માં લક્ષ્ય, બોબી દેઓલ, રાઘવ જુયાલ અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Aryan Khan Debut Series The Bads Of Bollywood Preview Out

Aryan Khan Debut Series The Bads Of Bollywood Preview Out

News Continuous Bureau | Mumbai

The Bads Of Bollywood Preview: આર્યન ખાન પોતાની પહેલી વેબ સિરીઝ “The Bads Of Bollywood” દ્વારા ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ સિરીઝનું પ્રિવ્યૂ એક ઇવેન્ટમાં રિલીઝ કરવામાં આવ્યું હતું જ્યાં શાહરુખ ખાન  અને ગૌરી ખાન હાજર રહ્યા હતા. આ શોમાં લક્ષ્ય , બોબી દેઓલ , રાઘવ જુયાલ અને મોના સિંહ  મુખ્ય ભૂમિકામાં છે. શાહરુખના વોઇસ ઓવરથી શરૂ થતી આ સિરીઝમાં બોલીવૂડ ના સપનાની દુનિયા દર્શાવવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani: બાળકો સાથે બાળક બન્યા મુકેશ અંબાણી, પરિવાર સાથેની મસ્તીભરી ઝલક થઇ વાયરલ

શાહરુખના વોઇસ ઓવરથી શરૂ થતી સિરીઝ

2 મિનિટ 38 સેકંડના પ્રિવ્યૂની શરૂઆત શાહરુખ ખાનના વોઇસ ઓવરથી થાય છે. તેઓ કહે છે, “બોલીવૂડ (Bollywood) એક સપનાનું શહેર છે, અને આ શહેર બધાનું નથી.” આ વાક્યથી સિરીઝની ફિલ્મી અને ઇમોશનલ ટોન સ્પષ્ટ થાય છે.સિરીઝમાં લક્ષ્ય એક્શન અવતારમાં પિસ્તોલ સાથે એન્ટ્રી કરે છે. બોબી દેઓલ લીડ હીરોની પ્રેમિકા ના પિતા તરીકે, રાઘવ જુયાલ હીરોના મિત્ર અને મોના સિંહ હીરોની માતા તરીકે જોવા મળશે.


આ સિરીઝમાં સલમાન ખાન, રણવીર સિંહઅને કરણ જોહર પણ કેમિયો કરશે. શાહરુખ ખાન પોતે પણ કેમિયો કરશે, જેની પુષ્ટિ તેમણે AskSRK સેશનમાં કરી હતી. “The Bads Of Bollywood” ને ગૌરી ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને તે 18 સપ્ટેમ્બરે Netflix પર સ્ટ્રીમ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version