News Continuous Bureau | Mumbai
Aryan khan: શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.પરંતુ આ વખતે કોઈ ખોટા કામ માટે નહીં પરંતુ સારા કામ માટે ચર્ચા માં આવ્યો છે. સુપરસ્ટાર શાહરુખ ખાન ના પુત્ર આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આર્યન પૈસા માંગતી કેટલીક મહિલાઓ સાથે એવું વર્તન કરતો હતો, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
Headline – 1 – આર્યન ખાન નો વિડીયો થયો વાયરલ
આર્યન ખાન મુંબઈના ટ્રાફિકમાં ફસાયો હતો. આ દરમિયાન આર્યનને સિગ્નલ પર જોઈને પૈસા માંગતી ઘણી મહિલાઓ તેની ગાડી પાસે ગઈ અને ગાડી ના કાચ પર મારવા લાગી. આવી સ્થિતિમાં આર્યન તેમને કારની અંદરથી જોતો રહ્યો, ત્યારબાદ આર્યને તેનું પર્સ તેના ડ્રાઈવરને આપ્યું, જેમાં ઘણા પૈસા હતા. આર્યને ડ્રાઈવરને આ પૈસા મહિલાઓમાં વહેંચવા કહ્યું. પૈસા મળ્યા બાદ મહિલાઓ ઘણી ખુશ દેખાતી હતી.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર ચાહકો કિંગ ખાનના પુત્ર આર્યન ની આ દરિયાદિલી ની પ્રશંસા કરતા જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : TMKOC Disha vakani: નવરાત્રી ના ખાસ અવસર પર પરિવાર સાથે જોવા મળી તારક મહેતા ની દયા ભાભી,ચણીયા ચોળી માં સજ્જ દિશા વાકાણી એ લીધી ગરબા પંડાલ ની મુલાકાત, જુઓ વિડીયો