News Continuous Bureau | Mumbai
shahrukh khan and suhana khan:શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન લોકપ્રિય સ્ટારકિડ્સ માંથી એક છે. ફિલ્મોમાં આવતા પહેલા જ તે ઘણી મોટી બ્રાન્ડ્સ ની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે. સુહાના ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીસ થી ડેબ્યુ કરી રહી છે. પરંતુ તે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. હવે સુહાના મોટા પડદા પર ડેબ્યુ કરવા જઈ રહી છે. જેની ભવ્ય સ્ટાર પર તૈયારી થઇ ગઈ છે. કેમકે આ વખતે સુહાના તેના પિતા સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેમાં પિતા-પુત્રીની જોડી પહેલીવાર સાથે જોવા મળશે તે ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે
એક્શન ફિલ્મ માં સાથે જોવા મળશે શાહરુખ ખાન અને સુહાના ખાન
મીડિયા રિપોર્ટ્સ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખની પુત્રી સુજોય ઘોષની ફિલ્મમાં કામ કરશે. આ એક મોટી એક્શન થ્રિલર ફિલ્મ હશે જેનું શૂટિંગ નવેમ્બર 2024માં થશે. આ રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવશે અને તેમાં સુહાનાની માતા ગૌરી ખાન પણ નિર્માતા તરીકે સામેલ થશે.જોકે, ફિલ્મના નામને લઈને હજુ સુધી કોઈ અપડેટ નથી. પરંતુ શાહરૂખ ખાન અને તેની પુત્રીએ ફિલ્મ માટે હા પાડી દીધી છે. ફિલ્મનું શૂટિંગ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થશે અને ત્યાર બાદ ફિલ્મ રિલીઝ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: રાખી સાવંતે ફરી કરી મલાઈકા અરોરા ની નકલ, અર્જુન કપૂર નું પણ લીધું નામ, જુઓ વાયરલ વિડીયો
શાહરુખ ખાન અને સુહાના ખાન નું વર્ક ફ્રન્ટ
શાહરુખ ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો કિંગ ખાન હવે રાજકુમાર હીરાની ની ફિલ્મ ડંકી માં જોવા મળશે જે આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે. તેમજ સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 માં પણ શાહરુખ ખાન કેમિયો કરતો જોવા મળશે. બીજી તરફ સુહાના ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રી ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીસ થી ઓટીટી પર ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે.