News Continuous Bureau | Mumbai
Aryan khan: આર્યન ખાન શાહરુખ ખાન નો દીકરો છે પરંતુ તેને તેના પિતા ની જેમ અભિનય માં કોઈ રસ નથી. આવી સ્થિતિ માં આર્યન ખાન વેબ સિરીઝ સ્ટારડમ થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે.તે પિતા ની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરવા માંગે છે પરંતુ પિતા ની જેમ પડદા પર નહીં પડદા ની પાછળ કામ કરવા માંગે છે. હવે મીડિયા માં એવા અહેવાલ વહેતા થયા છે કે આર્યન ખાને તેની સિરીઝ ‘સ્ટારડમ’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં આર્યન ખાન રેપ-અપ પાર્ટી કરતો જોઈ શકાય છે.
આ સમાચાર પણ વાંચો: Parineeti chopra Raghav chaddha:પતિ સાથે સિદ્ધિવિનાયક પહોંચી પરિણીતી ચોપરા, સર્જરી બાદ રાઘવ ચઢ્ઢા એ લીધા બાપ્પા ના આશીર્વાદ, જુઓ વિડિયો
આર્યન ખાન ની રેપ અપ પાર્ટી
સોશિયલ મીડિયા પર આર્યન ખાન ની રેપ અપ પાર્ટી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આર્યન ખાન ખુબ જ ખુશ જોવા મળી રહ્યો છે આ સાથે જ આર્યન ખાન 3 ટાયર કેક પણ કાપતો જોવા મળી રહ્યો છે.
Aryan Khan’s cast & crew has wrapped up His Directorial Debut Project titled – STARDOM! 🔥♥️#ShahRukhKhan #AryanKhan pic.twitter.com/NfJExDlvno
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) May 26, 2024
આ પાર્ટી માં સિરીઝ ના ક્રૂ મેમ્બર સાથે આ સીરિઝનો હિસ્સો બનેલો બોબી દેઓલ પણ પાર્ટીમાં હાજર રહ્યો હતો. તે આર્યનને ગળે લગાવતો જોવા મળ્યો હતો.
Bobby Deol about working on Aryan‘s webseries #Stardom 🥹#AryanKhan #ShahRukhKhan pic.twitter.com/UplW3ypmJv
— Aryan Khan Source (@aryankhansource) May 26, 2024
આર્યન ખાને તેની વેબ સિરીઝ સ્ટારડમ નું મોટા ભાગ નું શૂટિંગ મુંબઈ માં જ કર્યું હતું. લોકો આ સિરીઝ ને લઇને ખુબ ઉત્સાહિત છે. આ સીરિઝ સાથે જોડાયેલા અન્ય કલાકારો વિશે કોઈ માહિતી સામે આવી નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)