Site icon

શાહરૂખ ખાને આર્યન ખાનના જીવનને પાટા પર લાવવાની જવાબદારી આ વ્યક્તિને આપી, હૃતિક રોશને પણ કર્યો હતો હાયર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021      

Join Our WhatsApp Community

શુક્રવાર

 

વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડિઅર જિંદગી'માં શાહરુખ ખાને લાઇફ કોચની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાયકોલોજીસ્ટના રોલમાં હતો અને તેણે આલિયા ભટ્ટના જીવનના પ્રશ્નોમાં માર્ગદર્શન આપ્યું હતું. ગૌરી શિંદેના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને શાહરુખની કંપની રેડ ચિલીઝ તથા કરન જોહરના પ્રોડક્શન હાઉસ ધર્માએ પ્રોડ્યૂસ કરી હતી.

આર્યન ખાન ૨ ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતાં કૉર્ડેલિયા શિપમાં મિત્રો સાથે પાર્ટી કરવા ગયો હતો. અહીંયા NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ આર્યન ખાન સહિત ૮ લોકોની અટકાયત કરી હતી. ૩ ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. ૨૮ ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાનની જામીન અરજી મંજૂર કરી હતી અને તે ૩૦ ઓક્ટોબરે જેલની બહાર આવ્યો હતો. શાહરુખના દીકરા આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા તેને મહિનો થવા આવ્યો છે. આર્યન ખાન આ કેસ બાદ એકદમ ગુમસુમ થઈ ગયો છે. હવે ચર્ચા છે કે શાહરુખે દીકરા માટે જાણીતા લાઇફ કોચ આરફીન ખાનને હાયર કર્યા છે. ઉલ્લેખનીય છે કે 'ડિઅર જિંદગી'માં શાહરુખે ડૉ.જહાંગીર ખાન (જગ)ની ભૂમિકા ભજવી હતી.

અભિષેક બચ્ચને બોબના પાત્ર માટે વધારવું પડયું આટલું વજન, અભિનેતાએ કર્યો ખુલાસો; જાણો વિગત

આરફીન ખાન મોટિવેશનલ ગુરુ, કોર્પોરેટ ટ્રેનર તથા ઓથર છે. આરફીન ખાને છેલ્લાં ૨૫ વર્ષમાં ૪૭ જેટલાં દેશોમાં મોટિવેશનલ સેમિનાર કર્યાં છે. આરફીન ખાનના પેરેન્ટ્સ મૂળ કોલકાતાના, પરંતુ તેઓ વર્ષોથી લંડનમાં સ્થાઈ થયા હતા. આરફીન ખાનની પત્ની સારા ખાન ટીવી એક્ટ્રેસ છે. આરફીન તથા સારાએ વર્ષ ૨૦૦૯માં લગ્ન કર્યાં હતાં અને લગ્નના ૧૦ વર્ષ બાદ તેઓ પેરેન્ટ્સ બન્યાં હતાં. સારા ખાને ટીવી સિરિયલ 'જમાઈ રાજા', 'સિયા કે રામ', 'લવ કા હૈ ઇતજાર' તથા 'દિલ્લી વાલી ઠાકુર ગર્લ્સ'માં કામ કર્યું છે. રીતિક રોશને પત્ની સુઝાન ખાનને વર્ષ ૨૦૧૪માં ડિવોર્સ આપ્યા ત્યારે પણ આરફીન ખાનનું નામ ચર્ચામાં આવ્યું હતું. રીતિક રોશને તે સમયે આરફીન ખાનને જ હાયર કર્યો હતો.

Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Exit mobile version