News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ટૂંક સમયમાં શોબિઝની દુનિયામાં પગ મુકવા માટે તૈયાર છે, પરંતુ તે અભિનેતા તરીકે જોવા નહીં મળે. આર્યને પહેલાથી જ સંકેત આપી દીધો હતો કે તે વેબ સિરીઝ માટે વાર્તા લખી રહ્યો છે અને તે તેને દિગ્દર્શિત કરવાની પણ યોજના બનાવી રહ્યો છે. તે જ સમયે, અન્ય એક તાજેતરના અહેવાલમાં, સિરીઝ નું નામ સામે આવ્યું છે.
આર્યન ખાન ની વેબ સિરીઝ ની નામ થયું ફાઇનલ
ગયા વર્ષે, આર્યનએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે તે તેના પ્રોજેક્ટ માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યો છે, પરંતુ વધુ વિગતો જાહેર કરી ન હતી. હવે એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આર્યન ખાન દિગ્દર્શિત વેબ સિરીઝનું નામ ‘સ્ટારડમ’ હશે. શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ આ પ્રોજેક્ટનું નિર્માણ કરશે. વેબ સિરીઝની વાર્તા છ એપિસોડ ની હશે જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. અત્યારે શો પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે. માહિતી અનુસાર આર્યન આ પ્રોજેક્ટ માટે ઘણા અનુભવી લેખકો સાથે કામ કરી રહ્યો છે, જેમાંથી એક લિઓર રાઝ છે, જે હિટ ઇઝરાયલી શો ફૌદા માટે જાણીતો છે. આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે.
View this post on Instagram
આ હશે આર્યન ખાન ની વેબ સિરીઝ સ્ટારડમ ની વાર્તા
મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વેબ સિરીઝની વાર્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આસપાસ વણાઈ છે. આર્યનનું બાળપણ કેમેરા અને ગ્લેમરની દુનિયામાં વીત્યું છે, તેથી શક્ય છે કે આ વેબ સિરીઝ દ્વારા તે લોકોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક પાસાઓનો પરિચય કરાવી શકે. કેટલાક અહેવાલો અનુસાર, આ એક કોમેડી શ્રેણી હશે અને તેમાં બતાવવામાં આવેલી વાર્તા ચાહકો માટે કોઈ ભેટથી ઓછી નહીં હોય.