News Continuous Bureau | Mumbai
Aryan khan: આર્યન ખાન તેની વેબસીરીઝ સ્ટારડમ ને લઈને ચર્ચામાં છે. આ સિરીઝ થી શાહરુખ ખાન નો પુત્ર નિરેદેશક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વેબ સિરીઝ શોબિઝની દુનિયા પર આધારિત હશે. આર્યન ખાનની આ સિરીઝમાં રણવીર સિંહ, રણબીર કપૂર અને કરણ જોહર ઉપરાંત આર્યનના પિતા અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ કેમિયો કરતો જોવા મળશે.હવે ફિલ્મ એનિમલ સ્ટાર બોબી દેઓલ પણ આર્યન ની વેબ સિરીઝ સ્ટારડમ માં જોવા મળશે. આના માટે તેને શૂટિંગ પર પૂરું કરી લીધું છે.
આ સમાચાર પણ વાંચો : Akshay kumar: બાળપણ માં 500 રૂપિયા ના જે ભાડાના ઘરમાં રહેતો હતો તે ઘરને ખરીદવા માંગે છે અક્ષય કુમાર, મકાન ખરીદવા પાછળ નું જણાવ્યું કારણ
બોબી દેઓલ એ કર્યું સ્ટારડમ નું શૂટિંગ પુરુ
આર્યન ખાન ની સિરીઝ સ્ટારડમ સાથે જોડાયેલ એક સૂત્ર ને મીડિયા ને જણાવ્યું કે, “બોબી સરે ગયા મહિને માર્ચ મહિનામાં જ શૂટિંગ પૂર્ણ કર્યું. છેલ્લું શેડ્યૂલ YRF સ્ટુડિયો અને ચિત્રકૂટ ગ્રાઉન્ડ મુંબઈ ખાતે થયું હતું, જ્યાં એક સેટ બનાવવામાં આવ્યો હતો. બોબી એક સંપૂર્ણ વ્યાવસાયિક હતો અને પ્રોજેક્ટ માટે ખૂબ જ સમર્પિત હતો. સમગ્ર યુનિટ તેના કામથી ખૂબ જ ખુશ હતું.શૂટિંગ પૂરું થતાં જ બોબીએ પોતાના ભાગનું ડબિંગ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે..”