Site icon News Continuous Bureau

Asha Bhosle Net Worth: આશા ભોંસલેનું આલીશાન સામ્રાજ્ય: 250 કરોડની સંપત્તિ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ, જાણો કોણ સંભાળશે આ વિરાટ વારસો?

Asha Bhosle Net Worth: મુંબઈ-પુણેમાં પ્રોપર્ટી, લક્ઝરી કાર અને વિદેશમાં રેસ્ટોરન્ટ ચેઈન; ગાયિકાના નિધન બાદ હવે તેમની મિલકત પર કોનો હશે હક?

Asha Bhosle’s Net Worth: Who will inherit the legendary singer’s 250 crore empire?

Asha Bhosle’s Net Worth: Who will inherit the legendary singer’s 250 crore empire?

News Continuous Bureau | Mumbai

Asha Bhosle Net Worth: બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ ૯૨ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. સાત દાયકા લાંબી અને અત્યંત સફળ કારકિર્દી દરમિયાન આશા તાઈએ માત્ર નામ જ નહીં, પણ અઢળક સંપત્તિ પણ મેળવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આશા ભોંસલે અંદાજે ૨૦૦ થી  ૨૫૦ કરોડની સંપત્તિના માલિક હતા.ગાયિકાની આવકનો મુખ્ય સ્ત્રોત તેમનું સંગીત રહ્યું છે. હજારો હિટ ગીતો ઉપરાંત, દેશ-વિદેશમાં થતા લાઈવ શો અને મ્યુઝિકલ ટૂર દ્વારા તેમણે મોટી કમાણી કરી હતી. તેમના જૂના ગીતોની ડિજિટલ સ્ટ્રીમિંગ અને રેડિયો રોયલ્ટી પણ તેમની આવકનો મોટો હિસ્સો હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Raaka star cast fees: શું ‘રાકા’ માટે અલ્લુ અર્જુને લીધા 175 કરોડ? દીપિકા અને રશ્મિકાની ફી જાણીને પણ હોશ ઉડી જશે!

આશા ભોંસલેનું બિઝનેસ સામ્રાજ્ય

સિંગિંગ સિવાય આશા ભોંસલે એક સફળ બિઝનેસવુમન પણ હતા. તેઓ વિદેશમાં ‘Asha’s’ નામની જાણીતી રેસ્ટોરન્ટ ચેઈન ચલાવતા હતા. દુબઈ, કુવૈત અને બર્મિંગહામ જેવા શહેરોમાં તેમની રેસ્ટોરન્ટ્સ ખૂબ લોકપ્રિય છે.મુંબઈના પોશ વિસ્તાર લોઅર પરેલમાં તેમનું આલીશાન ઘર છે, આ ઉપરાંત પુણેમાં પણ તેમની પાસે કિંમતી પ્રોપર્ટી છે. તેમને મોંઘી ગાડીઓનો પણ શોખ હતો, તેમના કાફલામાં ઘણી લક્ઝરી કાર સામેલ હતી.


આશા ભોંસલેના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. પ્રથમ પતિ ગણપત રાવથી તેમને ત્રણ સંતાનો હતા – વર્ષા, હેમંત અને આનંદ.વર્ષ ૨૦૧૨માં પુત્રી વર્ષાનું અને ૨૦૧૫માં પુત્ર હેમંતનું નિધન થયું હતું.બીજા પતિ આર.ડી. બર્મન અને આશા તાઈને કોઈ સંતાન નહોતું.હવે આશા ભોંસલેના એકમાત્ર જીવિત પુત્ર આનંદ ભોંસલે છે, જેઓ પોતે એક સફળ બિઝનેસમેન છે. આથી, ગાયિકાની કરોડોની સંપત્તિના અસલી વારસદાર આનંદ ભોંસલે જ હોવાનું માનવામાં આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Yuzvendra Chahal in controversy: યુઝવેન્દ્ર ચહલ અને તાન્યા ચેટર્જી વચ્ચે શું છે કનેક્શન? અભિનેત્રીએ ચેટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ
Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ
Exit mobile version