News Continuous Bureau | Mumbai
નાના પડદાની જાણીતી અભિનેત્રી અશ્નૂર કૌરે (Ashnoor Kaur)તાજેતરમાં તેનો 18મો જન્મદિવસ (Ashnoor Kaur birthday)) ઉજવ્યો. અશ્નૂર કૌર (Ahnoor Kaur Birthday Party)) દ્વારા આયોજિત બર્થડે પાર્ટીમાં નાના પડદાની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં સિદ્ધાર્થ નિગમ, જન્નત ઝુબેર, રોહન મેહરા, પલક સિધવાની, સુરભી અને સમૃદ્ધિનો સમાવેશ થાય છે. હવે અશ્નૂર કૌર ટીવી ઈન્ડસ્ટ્રીની એવી સેલિબ્રિટીઝની (celebrities) યાદીમાં સામેલ થઈ ગઈ છે જેમની પાસે લક્ઝરી કાર(Luxury car) છે. આ કારણ છે કે તાજેતરમાં, ટીવી અભિનેત્રી અને ઇન્ટરનેટ સેન્સેશન અશ્નૂર કૌરે તેના જન્મદિવસ પર નવી ચમકતી લક્ઝરી કાર ખરીદી છે (Ashnoor Kaur new car). આ ચમકતી લક્ઝરી કારની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.
અશ્નૂર કૌર તેના ઈન્સ્ટાગ્રામ (Instagram)હેન્ડલ પર તેના ચાહકોને આ ખુશખબર આપી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની નવી સ્પાર્કલિંગ કાર સાથેની (New car) ઘણી તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ તેના જન્મદિવસના અવસર પર એક BMW ખરીદી (BMW car)છે, જેની કિંમત 45 લાખ છે . આ તસવીરોમાં અશ્નૂર કૌર તેની કાર સાથે પોઝ આપતી જોઈ શકાય છે. બહુ નાની ઉંમરે BMW જેવી લક્ઝરી કાર ખરીદવાનો આનંદ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. તેમણે કેક કાપીને નવી કાર ખરીદવાની ખુશી મનાવી હતી. આ દરમિયાન અશ્નૂર કૌરના માતા-પિતા પણ હાજર હતા.
આ સમાચાર પણ વાંચો: કેરળ ના દંપતીએ અભિનેતા ધનુષને ગણાવ્યો તેમનો ત્રીજો પુત્ર, કોર્ટે અભિનેતા વિરુદ્ધ લીધું આ પગલું
અભિનેત્રીએ તેના 18માં જન્મદિવસે એક લક્ઝરી કાર ખરીદીને(Ashnoor Kaur BMW car) તેનું એક સપનું પૂરું કર્યું છે. આ તસવીર શેર કરવાની સાથે અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તેણે આ કાર પોતાની કમાણીથી લીધી છે. હર્ષ લિમ્બાચીયા, રશ્મિ દેસાઈ, શાંતનુ મહેશ્વરી, રોહન મેહરા, જન્નત ઝુબેર, નિશા રાવલ અને ઘણી હસ્તીઓએ (Celebrities) અશ્નૂર કૌરની આ તસવીરો પર તેને અભિનંદન પાઠવ્યા હતા.