News Continuous Bureau | Mumbai
ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’15 વર્ષ થી તેના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો તેની સ્ટોરી કરતાં વધુ સ્ટારકાસ્ટ ને કારણે ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. ભૂતકાળમાં, ઘણા મહત્વપૂર્ણ પાત્રો એ શો છોડી દીધો હતો. જો કે ટૂંક સમયમાં આ બધા પાત્રો ભજવવા માટે શોમાં નવા કલાકારો લાવવામાં આવ્યા હતા, પરંતુ વર્ષોથી દયાબેનની જગ્યા ભરાઈ નથી. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ દયાબેનની પુનઃ એન્ટ્રી વિશે ઘણી વખત વાત કરી છે. આ વખતે પણ તેણે દિશા વાકાણીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
લોકો ને જવાબ આપી ને થઇ ગયા છે નિર્માતા
દિશા વાકાણીએ શો છોડ્યાને છ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. લોકો શોના મેકર્સ પાસે તેમને પાછા લાવવાની માંગ કરતા રહે છે. આ બાબતને લઈને આસિત મોદીએ આખરે ખુલાસો કર્યો છે કે તેમણે એક અભિનેત્રીની શોધ શરૂ કરી છે જે આ શોમાં દિશા વાકાણીને રિપ્લેસ કરી શકે.એક મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન અસિત મોદીને પૂછવામાં આવ્યું કે, ‘દયાબેન ક્યારે પાછા આવશે?’ તો તેણે કહ્યું કે ‘હું જવાબ આપીને થાકી ગયો છું.’ અસિતે લોકોને આ પ્રશ્ન ન પૂછવાની વિનંતી પણ કરી છે પરંતુ તેણે કહ્યું કે ‘તેણે આ અંગે વાત કરવી પડશે કારણ કે તે શોના નિર્માતા છે. તેઓ ઈચ્છે છે કે દિશા પાછી આવે પરંતુ તે બે બાળકોની માતા છે, તેથી તે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે.
દયાબેન ના પાત્ર વિશે કરી વાત
એક ન્યૂઝ પોર્ટલ ને અસિત મોદી એ કહ્યું, ‘દયાબેનની ભૂમિકા ભજવવી સરળ નથી. દિશાએ જે રીતે કર્યું તે બધા જાણે છે. આજે પણ તેની ખોટ સાલે છે. આ રોલ માટે નવી અભિનેત્રી શોધવી સરળ નથી. તેનો અર્થ એ નથી કે હું ડરું છું. હું ડરતો નથી પરંતુ હું શોધી રહ્યો છું. દિશાને બદલવી અશક્ય છે. સમય લાગે છે પણ દયાબેન જલ્દી પાછી આવશે.’