News Continuous Bureau | Mumbai
Jawan: શાહરુખ ખાન માટે વર્ષ 2023 લકી સાબિત થયું હતું. શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી સુપરહિટ સાબિત થઇ હતી. એટલી કુમાર ના નિર્દેશન માં બનેલી ફિલ્મ જવાન એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. દર્શકો હવે આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે, જેના વિશે ડિરેક્ટર એટલી એ એક ઈન્ટરવ્યુમાં વાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Ramayana: નિતેશ તિવારી ને મળી ગયો તેની રામાયણ માટે લક્ષ્મણ!ટીવી નો આ અભિનેતા ભજવશે રણબીર કપૂર ના નાના ભાઈ ની ભૂમિકા
જવાન ની સિક્વલ પર એટલી કુમારે કર્યો ખુલાસો
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એટલી કુમાર ને તેની ફિલ્મ ‘જવાન 2’ વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબ માં નિર્દેશકે કહ્યું, “મને હજુ આ અંગે ખાતરી નથી. પણ, હું કંઈક લખીશ. હું તમને આશ્ચર્યચકિત કરીશ. દરેક ફિલ્મની સિક્વલ સાથે આવવાની તક હોય છે, પરંતુ હું હંમેશા અલગ-અલગ કન્ટેન્ટ સાથે દર્શકોને આશ્ચર્યચકિત કરું છું. તો હું કંઈક લાવીશ. જોઈએ.”