માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ચાહકો હોલીવુડની મેગાબજેટ ફિલ્મ ‘અવતાર 2’ ની ( avatar 2 ) આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2009માં રિલીઝ થયેલી ‘અવતાર’ની સિક્વલ છે, જે આ મહિને 16 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. ‘અવતાર 2’માં પાણીની અંદર ઘણા સીન શૂટ કરવામાં આવ્યા છે, જેના માટે ફિલ્મની સ્ટારકાસ્ટે લાંબા સમય સુધી શ્વાસ રોકવો પડ્યો હતો. આ દરમિયાન ‘અવતાર 2’ની અભિનેત્રી ( actress ) કેટ વિન્સલેટે ( kate winslet ) હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝનો ( tom cruise ) રેકોર્ડ ( record ) તોડ્યો છે.
આટલી મિનિટ શ્વાસ રોકી ને તોડ્યો ટોમ ક્રુસ નો રેકોર્ડ
કેટ વિન્સલેટે શૂટિંગ દરમિયાન સાત મિનિટ અને 15 સેકન્ડ સુધી શ્વાસ રોકીને હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝનો રેકોર્ડ તોડ્યો છે. સરેરાશ વ્યક્તિ લગભગ એક કે બે મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે. ‘અવતાર’ની સિક્વલમાં રોનલનો રોલ કરનારી 47 વર્ષની અભિનેત્રી સાત મિનિટ અને 15 સેકન્ડ સુધી પાણીની અંદર રહી હતી. ‘મિશનઃ ઈમ્પોસિબલ-રોગ નેશન’ના સેટ પર ક્રૂઝે છ મિનિટ સુધી શ્વાસ રોક્યો હતો જેનો રેકોર્ડ હવે કેટ વિન્સલેટે તોડ્યો છે.
આ સમાચાર પણ વાંચો: પ્રખ્યાત અભિનેત્રી વીણા કપૂરની આ કારણે કરવામાં આવી નિર્દયતાથી હત્યા, પોલીસે કરી એકટ્રેસ ના પુત્ર ની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
Headline – 2 – પ્રેસ કોન્ફરન્સ માં અભિનેત્રી એ કહી આ વાત
એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર ફિલ્મના લોન્ચિંગ પહેલા વૈશ્વિક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, તેણીએ કહ્યું, “મારી પાસે ખરેખર એક વીડિયો છે જ્યારે હું પાણીમાં મારો શ્વાસ રોકી રહી હતી,અને આનું એકમાત્ર કારણ એ છે કે મારા પતિએ અંદર પ્રવેશ કર્યો. મેં કહ્યું, ‘કૃપા કરીને આવો નહીં કારણ કે હું નથી ઇચ્છતી કે તમે વીડિયો બનાવો. હું ફક્ત દબાણ અનુભવીશ, ફક્ત કૃપા કરીને તે કરશો નહીં’ અને તે અટકાવે છે.”તેણીએ ઉમેર્યું, “હું ઇચ્છતી હતી કે જેમ્સ યોગ્ય રીતે જાણે, તે પ્રથમ વસ્તુ હતી જે હું કરવા માંગતી હતી – તે ચોક્કસપણે કોઈ હરીફાઈ નહોતી.” અવતારની સિક્વલ 1997ની બ્લોકબસ્ટર ટાઇટેનિક પછી પ્રથમ વખત સેટ પર કેટ અને દિગ્દર્શક જેમ્સ કેમરોનને ફરીથી જોડે છે. ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.