Site icon

રિલીઝ પહેલા જ અવતાર 2 વિવાદમાં આવી ગઈ છે. 16 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ કેરળમાં 400 થિયેટરોમાં રિલીઝ નહીં કરવામાં આવે . જાણો શું છે સમગ્ર મામલો.

પૈસાના ચક્કરમાં અટવાઈ ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’, ભારતના આ રાજ્યમાં નહીં થાય રિલીઝ

avatar 2 releasing banned 400 theaters in kerala

રિલીઝ પહેલા જ અવતાર 2 વિવાદમાં આવી ગઈ છે. 16 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ કેરળમાં 400 થિયેટરોમાં રિલીઝ નહીં કરવામાં આવે . જાણો શું છે સમગ્ર મામલો.

News Continuous Bureau | Mumbai

હોલીવુડના પ્રખ્યાત નિર્દેશક જેમ્સ કેમરોનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ( avatar 2) ટૂંક સમયમાં જ દુનિયાભરમાં રીલીઝ ( releasing )થવા જઈ રહી છે. ફિલ્મના આ બીજા ભાગમાં દર્શકોને એક અલગ જ દુનિયામાં સફર કરવા મળશે. આ ફિલ્મ 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે, પરંતુ તે પહેલા ભારતમાં એક વિવાદ સામે આવ્યો છે. અહેવાલ છે કે આ ફિલ્મ હવે ( kerala )  કેરળના 400 થિયેટરોમાં ( theaters ) રિલીઝ ( banned ) નહીં થાય.

Join Our WhatsApp Community

પૈસા નું કારણ આવ્યું સામે

અહેવાલ છે કે ‘અવતાર 2’ ના નિર્માતાઓ થિયેટરના અધિકારો વેચવા માટે ઘણા પૈસાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કેરળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તમિલ અને તેલુગુ રાજ્યોમાં થિયેટરમાં રિલીઝ માટે આ ફિલ્મની 100-150 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. આ એટલા માટે પણ છે કારણ કે ફિલ્મના પ્રથમ ભાગની વિશ્વવ્યાપી સફળતાને ધ્યાનમાં રાખીને, તેની સિક્વલ પણ હિટ થવાની ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન શરૂ. અહીં જાણો એવી વિગત જે તમને આજના વોટીંગ વિશે ખબર હોવી જોઈએ.

કેરળમાં ફિલ્મની રિલીઝ પર મુકવામાં આવ્યો પ્રતિબંધ

હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરળમાં ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફિલ્મ એક્ઝિબિટર્સ યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન ઓફ કેરળ (FEUOK) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે વિતરકો રિલીઝના પ્રથમ સપ્તાહમાં થિયેટર માલિકો પાસેથી કમાણીનો 60 ટકા હિસ્સો માંગી રહ્યા હતા. જે ઘણો છે કારણ કે થિયેટરોના માલિકો સામાન્ય રીતે કમાણીનો 50% આપે છે. જો કે, ‘અવતાર 2’ માટે, તેણે 55% શેર ઓફર કર્યો હતો પરંતુ વિતરકો 60% પર અડગ હતા.આવી સ્થિતિમાં, FEUOK દ્વારા નિયંત્રિત લગભગ 400 થિયેટરોએ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ પર પ્રતિબંધ મૂક્યો છે.

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version