News Continuous Bureau | Mumbai
Avatar 3: જેમ્સ કેમરુન ની ફિલ્મ અવતાર ના બંને પાર્ટ સુપરહિટ સાબિત થયા હતા હવે જેમ્સ કેમરુન તેમની ફ્રેન્ચાઈઝી અવતાર નો ત્રીજો ભાગ લાવી રહ્યં છે. મીડિઅય રિઓપરત અનુસાર ફિલ્મ નું શૂટિંગ પૂરું થઇ ગયું છે અને હવે ફિલ્મ નું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. હવે જેમ્સ કેમરુન એ ફિલ્મની રિલીઝને લઈને માહિતી શેર કરી છે.
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: વિકી જૈન ની માતા ને જોઈ લોકો ને આવી બોલિવૂડ ની આ ખતરનાક સાસુ ની યાદ, અંકિતા ના ફેન્સે લગાવી ક્લાસ
અવતાર 3 ની રિલીઝ ડેટ
તાજેતરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરુને પુષ્ટિ કરી કે તે હજુ પણ તેની 19 ડિસેમ્બર, 2025ની રિલીઝ તારીખને પહોંચી વળવા માટેના ટ્રેક પર છે.જ્યારે તેમને અવતારની આગામી સિક્વલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પુષ્ટિ આપી, “અમે અત્યારે બે વર્ષના પોસ્ટ-પ્રોડક્શનમાં ખૂબ વ્યસ્ત છીએ.” “તેથી, આ ક્રિસમસ 2025 હશે.” અવતાર 3 ની રિલીઝ ની પુષ્ટિ કરવાની સાથે સાથે, કેમરુને એમ પણ કહ્યું કે આગામી સિક્વલનું નિર્માણ ન્યુઝીલેન્ડમાં ચાલુ રહેશે.તેમણે જણાવ્યું કે,”તે અહીંના અર્થતંત્રમાં ઘણું લાવે છે,” તેમણે કહ્યું. “તે દેશને સાંસ્કૃતિક રીતે ઘણી પ્રતિષ્ઠા લાવે છે, અને તે ઘણા યુવાનો માટે વિશ્વ મંચ પર સશક્ત અનુભવવાની તક છે. અમે તે અહીં કરી શકીએ છીએ. ”