Site icon

‘અવતાર ધ વે ઓફ વોટર’ ના ડાયરેક્ટર જેમ્સ કેમરોન ને ફિલ્મ ની રિલીઝ પહેલા જ થઇ આ બીમારી, પોતાની જ ફિલ્મના પ્રીમિયરનો ભાગ ન બની શક્યા

અવતાર ધ વે ઓફ વોટરના ડાયરેક્ટ જેમ્સ કેમરોન કોરોનાથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં તે લોસ એન્જલસમાં રાખવામાં આવેલા ફિલ્મના પ્રીમિયરનો ભાગ બની ના શક્યા.

avatar the way of water director james cameron is corona positive

‘અવતાર ધ વે ઓફ વોટર’ ના ડાયરેક્ટર જેમ્સ કેમરોન ને ફિલ્મ ની રિલીઝ પહેલા જ થઇ આ બીમારી, પોતાની જ ફિલ્મના પ્રીમિયરનો ભાગ ન બની શક્યા

આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ ( avatar the way of water ) ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મને લઈને દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સોમવારે લોસ એન્જલસમાં પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મના ડાયરેક્ટર જેમ્સ કેમરોન ( director james cameron )  આ ઈવેન્ટનો ભાગ બની શક્યા ન હતા. અહેવાલો અનુસાર, જેમ્સ કેમરોન કોરોના રોગચાળાની ( corona positive ) ઝપેટમાં આવી ગયા છે.

જેમ્સ કેમરોન થયા કોરોના પોઝિટિવ

જેમ્સ કેમરોન કોરોના પોઝિટિવ હોવાની માહિતી રવિવારે તેમના રૂટિન ચેકઅપ દરમિયાન સામે આવી હતી. કેમેરોન ‘અવતાર 2’ ના પ્રીમિયરમાં હાજરી આપી શક્યા ન હતા, પરંતુ તે ડિજિટલ રીતે ઇવેન્ટનો ભાગ બન્યા હતા. આ દરમિયાન તેણે પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું. કેમરોને કહ્યું, ‘આજે અહીં આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વ્યક્તિની હું માફી માંગુ છું. હું મારી પોતાની પાર્ટીમાં હાજરી આપી શકતો નથી. હું ‘અવતાર 2’ ના પ્રીમિયર માટે વિશ્વભરમાં પ્રવાસ કરી રહ્યો હતો અને ટોક્યોથી પાછા આવ્યા પછી મને કોરોના પોઝિટિવ આવ્યો. હવે તેથી જ હું પ્રીમિયરમાં આવીને વધુ લોકો માટે ખતરો ન બની શકું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Police Transfer : મુંબઈ સહિત રાજ્ય પોલીસ દળમાં મોટા ફેરબદલ, ATS વડા તરીકે સદાનંદ દાતે ને નિયુક્ત કરવામાં આવ્યા. 

જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

જેમ્સ કેમરોનના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા, ડિઝનીના પ્રવક્તાએ કહ્યું, ‘જેમ્સને કોવિડ છે પરંતુ તે હવે ઠીક છે. રૂટિન ચેકઅપ દરમિયાન તેમના કોરોના પોઝિટિવની માહિતી સામે આવી હતી. આવી સ્થિતિમાં, હવે તે પોતાનું શેડ્યૂલ વર્ચ્યુઅલ રીતે પૂર્ણ કરશે અને પ્રીમિયરમાં હાજરી આપશે નહીં. તમને જણાવી દઈએ કે ‘અવતાર ધ વે ઓફ વોટર’ની વાત કરીએ તો તે 16 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. તે જ સમયે, ફિલ્મનો પહેલો ભાગ 18 ડિસેમ્બર 2009ના રોજ રીલિઝ થયો હતો, જેને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version