ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
મંગળવાર
ટેલિવિઝનની દુનિયામાં અવનીત કૌર આજે એક જાણીતું નામ છે. સિરિયલ 'અલાદ્દીનઃ નામ તો સુના હોગા'માં યાસમીનનો રોલ નિભાવીને ફૅમસ થયેલી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઍક્ટિવ રહે છે અને તે અવારનવાર તેના ફોટોસ અને વીડિયોઝ શૅર કરતી રહે છે.
અવનીતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શૅર કરી છે, ત્યાર બાદ ફેન્સ તેનાં ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. આ બ્લૂ કલરના ડેનિમ આઉટફિટમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
અવનીત કૌર હાલ કોઈ પણ સિરિયલ્સમાં નથી જોવા મળતી, છતાં તે ચર્ચામાં રહે છે. તેની સ્ટાઇલ જ તેની પર્સનાલિટી બની ગઈ છે.
આપને જણાવી દઈએ કે અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર’ થી કરી હતી. ડાન્સ ઇન્ડિયા ડાન્સ (DID)ની સિરીઝ ‘ડાન્સના સુપરસ્ટાર’માં પણ તેણે ભાગ લીધો હતો અને ત્યાર બાદ તે લાઇમલાઇટમાં આવી હતી. વર્ષ 2012માં ટીવી શો ‘મેરી મા’થી અવનીતે ઍક્ટિંગ કરિયરની શરૂઆત કરી. આ ઉપરાંત અવનીત ક્લિનિક પ્લસ, કોકા કોલા, હીરો હોન્ડા, લાઇફબૉય અને મેગી જેવી ટીવી જાહેરાતમાં જોવા મળી ચૂકી છે.