News Continuous Bureau | Mumbai
સિરિયલ 'અનુપમા'માં(Anupama) આપણને દરરોજ કોઈને કોઈ ટ્વિસ્ટ જોવા મળે છે. જેના કારણે આ સીરિયલ ટીઆરપી લિસ્ટમાં(Serial TRP List) ટોપ પર છે. તોશુની આદતને કારણે આખો પરિવાર ગુસ્સે છે, ત્યારે બા હજુ પણ અનુપમાને ખરી ખોટી સંભળાવી રહી છે. બા કહે છે કે પુરુષો ભૂલો કરે છે, પણ સત્ય કિંજલથી છુપાવવું જોઈતું હતું. સાચું કહું તો બંનેનું ઘર તૂટી ગયું. આના માટે અનુપમા જ જવાબદાર છે.
તમને જણાવી દઈએ કે આ બાબતોને કારણે બા સોશિયલ મીડિયા(Social media) પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. દરેક વખતે બા બધી ભૂલની જવાબદાર અનુપમ ને જ માને તે જ સમયે, બાએ આ વખતે તમામ હદો વટાવી દીધી. બા (અલ્પના બુચ) એ તોશુના એક્સ્ટ્રા-મેરિટલ અફેરને(Extra-marital affair) થોડાક શબ્દોમાં યોગ્ય ઠેરવ્યું અને કહ્યું કે આવું પુરુષો સાથે થાય છે. શોમાં અનુપમાની બાનું પાત્ર ભજવતી અલ્પના બૂચ તેના વાહિયાત નિવેદનોને કારણે ટ્રોલ થઈ રહી છે.
#anupamaa this show is annoying to watch due to the old witch Baa I don't know why she doesn #39;t have to payback for her mis deeds This witch is always seen insulting and cursing Anu Y she is not treated the way she deserves Show is becoming pathetic to watch now
— Arpit Sahni ( Abe ) (@Arpitsahni7) September 17, 2022
આ સમાચાર પણ વાંચો : ટીવી ના આ કલાકારો છે મલ્ટી ટેલેન્ટેડ – કોઈ છે સિંગર તો કોઈ છે શૂટર -જાણો તે સ્ટાર્સ વિશે
અનુપમાના ફેન્સ આ કારણે બાને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- 'હું સમજી શકતો નથી કે બા દરેક વખતે અનુપમા સાથે આ રીતે કેમ વર્તે છે. બીજી તરફ અન્ય એક યુઝરે કહ્યું કે તે વૃદ્ધ છે અને ભણેલી નથી.