Site icon

ચંદ્ર ની સફર પર જશે ટીવી નો આ બાળકલાકાર, એલોન મસ્કના સ્પેસશીપમાં કરશે સવારી

બાળકોનો સૌથી પ્રિય અને લોકપ્રિય ટીવી શો ‘બાલવીર’નો બાળ કલાકાર દેવ જોશી ચંદ્ર પર જઈ રહ્યો છે. તે ‘ડિયર મૂન મિશન’ના ક્રૂ મેમ્બર નો હિસ્સો હશે.

baalveer fame dev joshi to go on the moon on elon musk spaceship

ચંદ્ર ની સફર પર જશે ટીવી નો આ બાળકલાકાર, એલોન મસ્કના સ્પેસશીપમાં કરશે સવારી

News Continuous Bureau | Mumbai

 શું તમને SAB ટીવીના લોકપ્રિય શો ‘બાલવીર’ના ( baalveer  ) બાળ કલાકાર બાલવીર ઉર્ફે દેવ જોશી ( dev joshi ) યાદ  છે? બાળકોને દુષ્ટતાથી બચાવનાર બાલવીર હવે મોટો થઈ ગયો છે અને તેણે ચંદા મામાને ( moon ) મળવાનું મન બનાવી લીધું છે. હા, બાળકોના મનપસંદ બાલવીર એટલે કે દેવ જોશી ચંદ્રની સફર ( spaceship ) માટે જઈ રહ્યો છે. જાપાનના અબજોપતિએ ( elon musk  ) આ સફરને ફાઇનલ કરી છે. ટ્રિપ પર જઈ રહેલા લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં દેવ જોશીનું નામ પણ છે.

Join Our WhatsApp Community

3 લાખ લોકોમાંથી દેવ જોશીની પસંદગી કરવામાં આવી હતી

જાપાનના અબજોપતિ યાસુકા માએઝાવાએ ‘ડિયર મૂન’ મિશનની શરૂઆત કરી હતી. તમામ ટિકિટો ખરીદીને તેણે ચંદ્રની સફરમાં જવા ઇચ્છુક લોકો પાસેથી અરજીઓ મંગાવી હતી. કુલ ત્રણ લાખ નોંધણીઓ હતી, જેમાંથી સૌથી વધુ સંખ્યા ભારતીયોની હતી. આમાંથી 8 લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં દેવ જોશીનું નામ પણ સામેલ હતું. ખુદ દેવ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી છે. તે આ પ્રવાસ માટે ખૂબ જ ઉત્સાહિત છે. યાસુકાના ક્રૂ મેમ્બરની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ શહેરની હવા એકંદરે ખરાબ રહી, રવિવારના દિવસે અમુક જગ્યાએ રાહત તો અમુક જગ્યાએ ખરાબ.

 શું છે ‘ડિયર મૂન મિશન’

અહેવાલો અનુસાર, જાપાનના યાસુકા મીઝાવાએ ડિયર મૂન મિશનની શરૂઆત કરી હતી. તેણે ચંદ્રની યાત્રા પર જવા ઇચ્છુક લોકો પાસેથી અરજીઓ મંગાવી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે લાખો લોકોએ ચંદ્ર પર જવા માટે અરજી કરી હતી.પરંતુ તેમાંથી માત્ર 10 લોકોને જ ફાઈનલ કરવામાં આવ્યા છે, જેઓ ચંદ્ર પર જશે. તેમાંથી એક છે બાલવીર ફેમ અભિનેતા દેવ જોશી. યુસાકુ મેઝાવાના આ મિશન માટે બીજું કોઈ નહીં પરંતુ વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ ઈલોન મસ્ક સ્પેસશીપ બનાવવા જઈ રહ્યા છે.આ તમામ પસંદ કરાયેલા લોકો 2023માં મૂન વોક માટે રવાના થશે.જણાવવામાં આવી રહ્યું છે કે આ યાત્રા એક સપ્તાહની હશે. આ પ્રવાસ માટેના તમામ લોકોને મેડિકલ ટેસ્ટ બાદ ફાઈનલ કરવામાં આવ્યા છે.

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version