ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
છત્તીસગઢનો બાળ કલાકાર 'બચપન કા પ્યાર' ફેમ સહદેવને સુકમામાં અકસ્માત નડ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
કહેવામાં આવી રહ્યું છે કે સહદેવનો બાઇક સ્લીપ થતા અકસ્માત થયો છે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.
દુર્ઘટનાની માહિતી મળતા કલેક્ટર વિનીત નંદનવાર પહોંચ્યા હતા અને જિલ્લા હોસ્પિટલના ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ‘બચપન કા પ્યાર’ ગીત ગાઇને સહદેવ રાતો રાત લોકપ્રિય થયો હતો અને ઇન્ટરનેટ સ્ટાર બની ગયો હતો