News Continuous Bureau | Mumbai
Badshah Night Club Blast: આજે વહેલી સવારે ચંદીગઢમાં બે નાઇટ ક્લબની બહાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટોથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિસ્ફોટની જવાબદારી લીધી છે. તેણે દાવો કર્યો છે કે સિલ્વર રેસ્ટોરન્ટ જ્યાં બ્લાસ્ટ થયો હતો તેનો માલિક પ્રખ્યાત રેપર બાદશાહ છે.
Blasts outside two clubs located in Sector 26, Chandigarh, explosive material was thrown by two youth riding a bike, police reached the spot, investigation continues. One of this club belong to punjabi singer badshah pic.twitter.com/5F5bGXAzel
— Ashu Aneja (@ashuaneja1) November 26, 2024
Badshah Night Club Blast: રેસ્ટોરાંના માલિકને ખંડણી માટે કોલ કરાયો હતો
સાથે પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કેરેસ્ટોરાંના માલિકને ખંડણી માટે કોલ કરાયો હતો પરંતુ તેણે કોલ રિસીવ કર્યો ન હતો. જો કે, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા આ દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને વિસ્ફોટનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
Badshah Night Club Blast: શંકાસ્પદ બાઇક સવારોએ ફેંક્યા હતા વિસ્ફોટકો
જણાવી દઈએ કે આ ઘટના સેક્ટર 26માં બે નાઇટ ક્લબની બહાર બની હતી, જ્યાં શંકાસ્પદ બાઇક સવારોએ વિસ્ફોટકો ફેંક્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બ્લાસ્ટ ઓછી તીવ્રતાનો હતો અને કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ઘટના બાદ ચંદીગઢ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
The responsibility of the blast in Chandigarh has been taken by gangster Goldy Brar by posting on social media https://t.co/vwvWZ4S8Sz pic.twitter.com/vennizK6lF
— Ashu Aneja (@ashuaneja1) November 26, 2024
Badshah Night Club Blast: વિસ્ફોટમાં દેશી બનાવટના બોમ્બનો ઉપયોગ
મીડિયા રિપોર્ટ અનુસાર વિસ્ફોટમાં દેશી બનાવટના બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ફટાકડામાં ભરેલા પોટાશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ સમયે નાઈટ ક્લબ બંધ હોવાથી માત્ર ગભરાટ ફેલાવવા માટે આવું કરવામાં આવ્યું હોવાની શક્યતા છે. પ્રાથમિક તપાસમાં પોલીસે છેડતી અને ખંડણીની શક્યતાને લઈને પણ તપાસ તેજ કરી છે.
આ સમાચાર પણ વાંચો: Salman khan threat: સલમાન ખાન ને માટે આવ્યો ફરી ધમકી ભર્યો મેસેજ, ભાઈજાન-લોરેન્સ બિશ્નોઈ પર ગીત લખનાર સાથે છે કનેક્શન
હાલમાં, ચંદીગઢ પોલીસ ફોરેન્સિક અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબની ટીમ સાથે મળીને કેસની ઊંડી તપાસ કરી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)