Site icon

Badshah: પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે ના સંબંધ પર રેપર બાદશાહ એ કર્યો ખુલાસો

Badshah: બોલિવૂડ નો લોકપ્રિય રેપર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરના ડેટિંગના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. આ દરમિયાન બાદશાહે હાનિયા સાથે ના પોતાના સંબંધ ને લઈને મૌન તોડ્યું છે

badshah react on dating rumors of hania aamir

badshah react on dating rumors of hania aamir

News Continuous Bureau | Mumbai

Badshah: બોલિવૂડ નો લોકપ્રિય રેપર બાદશાહ તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે.બોલિવૂડ નો લોકપ્રિય રેપર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરના ડેટિંગના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. થોડા સમય પહેલા બાદશાહ અને હાનિયા આમિર સાથે શોપિંગ કરતા જોવા મળ્યા હતા. આ સમાચાર વચ્ચે હવે બાદશાહે હાનિયા આમિરને ડેટ કરવા અંગે નિવેદન આપ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  A R Rahman lawyer video: એ આર રહેમાન ની વકીલે ખોલી ઇન્ડસ્ટ્રી ની પોલ, જણાવ્યું બોલિવૂડ માં આટલા બધા છૂટાછેડા થવાનું કારણ

બાદશાહ એ તેના અને હાનિયા આમિર ના સંબંધ ને લઈને કર્યો ખુલાસો 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા બાદશાહે જણાવ્યું કે, ‘હાનિયા મારી ખૂબ સારી મિત્ર છે. અમારા બંને વચ્ચે ખૂબ જ સારો બોન્ડ છે. અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે અમને ખૂબ મજા આવે છે. તે તેના જીવનમાં ખૂબ ખુશ છે અને હું મારું જીવન ખુશીથી જીવી રહ્યો છું. એ વાત સાચી છે કે અમારું સમીકરણ ખૂબ સારું છે, આ જ કારણ છે કે લોકો અમારા સંબંધોને લઈને મૂંઝવણમાં રહે છે. લોકો જે જુએ છે તેને સત્ય તરીકે સ્વીકારે છે.’


તમને જણાવી દઈએ કે બાદશાહ પહેલેથી જ પરિણીત છે, તેણે વર્ષ 2012માં જાસ્મીન મસીહ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે, પરંતુ 2020માં તેમના સંબંધોનો અંત આવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
Malaika Arora Harsh Mehta: મલાઈકા અરોરાને ફરી મળ્યો પ્રેમ? અર્જુન સાથેના બ્રેકઅપ બાદ હવે કરોડપતિ બિઝનેસમેન સાથે જોડાયું નામ; જાણો કોણ છે હર્ષ મહેતા
Toxic Cast: યશની ‘ટોક્સિક’માં વધુ એક મોટા નામની એન્ટ્રી! ટીવીની ક્વીન હવે મોટા પડદા પર મચાવશે ધૂમ; દમદાર પાત્રમાં જોવા મળશે.
Yash Toxic Movie Fees: ‘ટોક્સિક’ માટે રોકિંગ સ્ટાર યશે વસૂલી કરોડોની ફી: ‘ધુરંધર 2’ સાથે ટક્કર હોવા છતાં યશ રહેશે ફાયદામાં!
Exit mobile version