News Continuous Bureau | Mumbai
BAFTA Awards 2024: બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ એવોર્ડ્સ એટલે કે નું આયોજન 18 ફેબ્રુઆરીની રાત્રે લંડનમાં કરવામાં આવ્યું હતું. આ વર્ષે અભિનેત્રી દીપિકા પાદુકોણે આ એવોર્ડ સમારોહમાં પ્રસ્તુતકર્તા તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન દીપિકા એ એક્ટર જોનાથન ગ્લેઝરને બાફ્ટા એવોર્ડ આપ્યો હતો. આ વખતના બાફ્ટા એવોર્ડમાં અણુ બોમ્બની રચના વિશે ક્રિસ્ટોફર નોલાન ની મહાકાવ્ય ફિલ્મ “ઓપેનહેઇમર” એ ધૂમ મચાવી હતી.આ વખતે બાફ્ટામાં ‘ઓપનહેઇમર’ને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેમાંથી ફિલ્મને 7માં એવોર્ડ મળ્યા હતા. અહીં ‘BAFTA એવોર્ડ્સ 2024’ના વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ.
આ સમાચાર પણ વાંચો : Hema malini: અમિતાભ બચ્ચન બાદ હવે હેમા માલિની બીજી વાર પહોંચી અયોધ્યા, રામલલા ના દર્શન બાદ કહી આ વાત
‘BAFTA એવોર્ડ્સ 2024’ના વિજેતાઓની સંપૂર્ણ યાદી
શ્રેષ્ઠ ફિલ્મ – ઓપેનહાઇમર (ક્રિસ્ટોફર નોલાન, ચાર્લ્સ રોવેન, એમ્મા થોમસ)
લીડીંગ અભિનેતા- સીલિયન મર્ફી
લીડીંગ અભિનેત્રી – એમ્મા સ્ટોન (પુઅર થિંગ્સ)
ઉત્કૃષ્ટ બ્રિટિશ ફિલ્મ – ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – ધ હોલ્ડ ઓવર્સ (ડેવાઇન જોય રેન્ડોલ્ફ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહેઇમર)
શ્રેષ્ઠ દિગ્દર્શક- ક્રિસ્ટોફર નોલાન, (ઓપનહેઇમર)
ઓરીજીનલ સ્કોર- ઓપનહેમર
સિનેમેટોગ્રાફી – ઓપનહેમર
એડિટિંગ-ઓપનહેઇમર, જેનિફર લેમ
કોસ્ચ્યુમ ડિઝાઇન – પુઅર થિંગ્સ
ડોક્યુમેન્ટરી- 20 ડે ઈન મેરીયુપોલ
એનિમેટેડ ફિલ્મ- ધ બોય એન્ડ ધ હેરોન, હાયાઓ મિયાઝાકી, તોશિયો સુઝુકી
ઉત્કૃષ્ટ પદાર્પણ બ્રિટિશ લેખક, દિગ્દર્શક અથવા નિર્માતા – અર્થ મામા
ખાસ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – પુઅર થિંગ્સ; સિમોન હ્યુજીસ
ઓરિજિનલ સ્ક્રીનપ્લે – એનાટોમી ઑફ અ ફૉલ; જસ્ટિન ટ્રિયોટ, આર્થર હરારી
Deepika presents Jonathan Glazer with the Film Not in the English Language Award at the #BAFTAs 2024#DeepikaPadukone #BAFTA2024 pic.twitter.com/OIg9T9spvO
— Deepika Padukone Fanpage (@pikashusbandd) February 18, 2024
BAFTA ફિલ્મ એવોર્ડ્સ 2024માં,દીપિકા એઅભિનેતા જોનાથન ગ્લેઝરને ‘ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ’ માટે ‘બેસ્ટ ફિલ્મ નોટ ઇન અંગ્રેજી ભાષા’નો એવોર્ડ આપ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)