News Continuous Bureau | Mumbai
Dhurandhar: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ને ભારતીય દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ બલુચિસ્તાનના કાર્યકર્તાઓએ ફિલ્મના નિર્માતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. બલોચના પ્રતિનિધિ મીર યાર બલોચે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરીને ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સંવાદો સામે વાંધો ઉઠાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar : સંજય દત્તની ફૅન હોવા છતાં લીગલ એક્શનની તૈયારી: ‘ધુરંધર’માં ચૌધરી અસલમનું ચિત્રણ વિવાદમાં
નકારાત્મક છબી અને ખોટા સંબંધો
મીર યાર બલોચે આરોપ લગાવ્યો છે કે ‘ધુરંધર’ મૂવીમાં બલુચિસ્તાનના દેશભક્ત લોકોને નિરાશ કર્યા છે અને ભારત-બલુચિસ્તાનના સંબંધોને નકારાત્મક રીતે બતાવવામાં આવ્યા છે.તેમણે સ્પષ્ટ કહ્યું કે, “આઝાદી માટે લડી રહેલા બલોચના લોકોએ ક્યારેય પણ મુંબઈમાં થયેલા ૨૬/૧૧ ના આતંકી હુમલાની ઉજવણી કરી નથી, કારણ કે અમે પોતે પણ પાકિસ્તાની આતંકવાદનો શિકાર છીએ.”તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બલોચની માંગણી ધર્મના આધારે નથી અને તેમણે ભારતને નુકસાન પહોંચાડવા માટે ક્યારેય ISI સાથે કોઈ સહયોગ કર્યો નથી.
Dhurandar movie, disappointed Balochistan’s patriotic people.
Unfortunately the movie portrayed the BALOCHISTAN and INDIA relations in a negative way, focused more on gangsters than the patriotic Baloch masses and their cause.
* Balochistan is not represented by a gangster and… pic.twitter.com/NyOtngzp6T
— Mir Yar Baloch (@miryar_baloch) December 7, 2025
કાર્યકર્તાએ ફિલ્મના અન્ય દ્રશ્યો પર પણ સખત વાંધો ઉઠાવ્યો છે. બલોચ ગેંગસ્ટર્સ પાસે નકલી નોટો છાપવા માટે એટલા પૈસા હોવાના દ્રશ્યો ખોટા છે. તેમણે કહ્યું કે જો આટલી સંપત્તિ હોત, તો બલુચિસ્તાનમાં ક્યારેય ગરીબી ન હોત. તેમણે ISI ને ડ્રગ્સ, નકલી નોટો અને હથિયારોની તસ્કરી માટે જવાબદાર ઠેરવ્યું. એસપી ચૌધરી અસલમ દ્વારા બોલાયેલો સંવાદ કે ‘મગરમચ્છ પર ભરોસો કરી શકાય, પણ બલોચ પર નહીં’ – આ સંવાદ બલોચની નૈતિકતા અને સંસ્કૃતિની વિરુદ્ધ છે. બલોચ સંસ્કૃતિમાં ‘એક ગ્લાસ પાણીની કિંમત ૧૦૦ વર્ષની વફા’ છે.તેમણે કહ્યું કે ફિલ્મમાં બલોચ સ્વતંત્રતા સેનાનીઓની છબી એવી રીતે બતાવવામાં આવી છે કે જાણે તેઓ ભારત વિરોધી તત્વોને હથિયાર વેચતા હોય, જ્યારે હકીકતમાં બલોચ ફ્રીડમ ફાઇટર્સ પાસે હંમેશા હથિયારોની ઉણપ રહી છે.મીર યાર બલોચે મેકર્સને અપીલ કરી છે કે તેઓ સાચી મિત્રતા, વફાદારી અને પાકિસ્તાની દુશ્મનો સામે બલોચો અને ભારત દ્વારા સાથે મળીને લડેલી લડાઈને દર્શાવતી એક નવી ફિલ્મ બનાવે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)