Site icon

Shah Rukh Khan Tirupati: જવાન’ની રિલીઝ પહેલા શાહરૂખ ખાને દીકરી સુહાના સાથે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી, વીડિયો વાયરલ.. જુઓ વિડીયો..

Shah Rukh Khan Tirupati: ફેન્સ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ દીકરી સુહાના સાથે તિરુપતિ ગયો હતો.

Before the release of 'Jawaan', Shahrukh Khan visited Sri Venkateswara Swamy Temple in Tirupati with daughter Suhana, video goes viral.

Before the release of 'Jawaan', Shahrukh Khan visited Sri Venkateswara Swamy Temple in Tirupati with daughter Suhana, video goes viral.

News Continuous Bureau | Mumbai 

Shah Rukh Khan Tirupati: શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની ફિલ્મ જવાન (Jawan) સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધી રહ્યો છે. એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે જવાન એક શાનદાર કલેક્શન કરવા જઈ રહ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન દીકરી સુહાના ખાન (Suhana Khan), નયનતારા (Nayantara) સાથે તિરુપતિ (Tirupati) માં શ્રી વેંકટેશ્વર મંદિર ગયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

મંદિરમાંથી શાહરૂખ ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દર્શન કર્યા બાદ પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. જવાન રીલીઝ પહેલા શાહરૂખ ભગવાનના દર્શન કરી રહ્યો છે અને ફિલ્મ માટે પ્રાર્થના કરી રહ્યો છે. 

આ લુકમાં જોવા મળે છે

શાહરૂખ ખાનના લુકની વાત કરીએ તો તેણે સફેદ રંગના કપડા પહેર્યા હતા. સુહાના ખાન અને નયનથારા પણ સફેદ સૂટમાં જોવા મળી હતી. વીડિયોમાં દરેક લોકો દર્શન કરતા જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો  : Jill Biden Covid Positive: અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેન કોરોના પોઝિટિવ, 2 દિવસ પછી ભારતમાં જી-20 સમિટમાં ભાગ લેવાના હતા… જાણો સંપુર્ણ વિગતો વિગતવાર…

વૈષ્ણોદેવી પણ ગયા

જવાનનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા શાહરૂખ ખાન જમ્મુ-કાશ્મીર મા વૈષ્ણો દેવી (Vaishno Devi) ના દર્શન કરવા ગયો હતો. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. તેણે પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો જેથી કોઈ તેને ઓળખી ન શકે. શાહરૂખે ડેનિમ અને ટી-શર્ટ સાથે હૂડી પહેરી હતી. તેણે માથું હૂડીથી ઢાંક્યું હતું અને માસ્ક પણ પહેર્યું હતું.

જવાનની વાત કરીએ તો શાહરૂખ ખાન સાથે આ ફિલ્મમાં નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ જોવા મળશે . આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન એટલી કુમારે કર્યું છે.

Kumar Sanu: એક્શન મોડમાં આવ્યો કુમાર સાનુ, રીતા ભટ્ટાચાર્ય ના ગંભીર આરોપો સામે ગાયકે લીધા કડક પગલાં
Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, ગીતાંજલી ને કારણે બદલાઈ જશે અરમાન અને અભીરા ની જિંદગી
Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા એ યુટ્યુબ અને ગુગલ પર દાખલ કર્યો કેસ, માંગ્યું અધધ આટલા કરોડ નું વળતર
Kajol: કાજોલે દુર્ગા પૂજાના અંતિમ દિવસે પરિવાર સાથે ભવ્ય રીતે ઉજવ્યું સિંદૂર ખેલા,સોશિયલ મીડિયા પર વાયરલ થયા વિડીયો
Exit mobile version