News Continuous Bureau | Mumbai
Bernard hill: હોલીવુડના દિગ્ગ્જ અભિનેતા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 1997માં રિલીઝ થયેલી ‘ટાઈટેનિક’માં કેપ્ટન એડવર્ડ જોન સ્મિથની ભૂમિકા ભજવી હતી તેમજ તેમને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.આ દુઃખદ સમાચાર બર્નાર્ડ હિલની કો-સ્ટાર બાર્બરા ડિક્સને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ટૂંક સમયમાં તેમના પરિવાર તરફથી સત્તાવાર નિવેદન અપેક્ષિત છે.
આ સમાચાર પણ વાંચો: Urfi javed: ઉર્ફી જાવેદના મેજીકલ ડ્રેસ એ કર્યો એવો જાદુ કે ચાહકો થયા પ્રભાવિત, જુઓ વિડીયો
બાર્બરા ડિક્સને આપી માહિતી
બાર્બરા ડિક્સને તેમના સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા લખ્યું, ‘બર્નાર્ડ હિલના નિધનના સમાચાર ખૂબ જ દુખ સાથે શેર કરું છું. અમે જ્હોન પોલ જ્યોર્જ રિંગો અને બર્ટ, વિલી રસેલના અમેઝિંગ શો 1974-1975માં સાથે કામ કર્યું. ખરેખર એક અદ્ભુત અભિનેતા. RIP બર્નાર્ડ હિલ.’
It’s with great sadness that I note the death of Bernard Hill. We worked together in John Paul George Ringo and Bert, Willy Russell marvellous show 1974-1975. A really marvellous actor. It was a privilege to have crossed paths with him. RIP Benny x#bernardhill pic.twitter.com/UPVDCo3ut8
— Barbara Dickson (@BarbaraDickson) May 5, 2024
બર્નાર્ડે ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘ટાઈટેનિક’ માં કેપ્ટન એડવર્ડ સ્મિથની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેમને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ માં કિંગ થિયોડેનનું પાત્ર ભજવ્યું હતું આ ઉપરાંત બર્નાર્ડે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)