Site icon

Akash :  ભાગ્ય લક્ષ્મી ફેમ અભિનેતા આકાશ ચૌધરી બન્યો રોડ અકસ્માતનો શિકાર, જાણો હાલ કેવું છે તેનું સ્વાસ્થ્ય

ટીવી એક્ટર આકાશ ચૌધરી લોનાવાલા રોડ ટ્રીપ પર જઈ રહ્યો હતો હતા ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો. તેની કારને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આકાશે જણાવ્યું કે તે અકસ્માતથી આઘાતમાં છે.

Bhagyalaxmi fame akash choudhary escapes a road accident know the health update

Bhagyalaxmi fame akash choudhary escapes a road accident know the health update

 News Continuous Bureau | Mumbai

ભાગ્ય લક્ષ્મી‘ ફેમ ટીવી એક્ટર આકાશ ચૌધરી રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. તેની કારનો અકસ્માત થયો હતો. આકાશ મુંબઈ ના લોનાવાલા રોડ ટ્રીપ પર જઈ રહ્યો હતો ત્યારે એક ટ્રક ડ્રાઈવરે તેની કારને ટક્કર મારી હતી. જેના કારણે કારનો પાછળનો ભાગ તૂટી ગયો હતો. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં આકાશને કોઈ ઈજા થઈ નથી. અકસ્માત સમયે તેણે સીટ બેલ્ટ પહેર્યો હતો. તેની સાથે તેનો ડોગ હેઝલ પણ હતો. આકાશે જણાવ્યું કે આ ઘટના બાદ તે આઘાતમાં છે.

Join Our WhatsApp Community

આઘાત માં છે આકાશ

આકાશ ચૌધરીએ મીડિયા ને જણાવ્યું, “જ્યારે ટ્રકે અમને ટક્કર મારી ત્યારે મને ખબર ન હતી કે શું થયું. અમે સુરક્ષિત રીતે બહાર આવ્યા પરંતુ આ ઘટનાએ મને આઘાતમાં મૂકી દીધો. હું સૂઈ શક્યો નહીં અને ડરી ગયો. હું વેકેશનમાં હોવા છતાં મને રાત્રે ઊંઘ ન આવી. આખી રાત હું વિચારતો રહ્યો કે એ રસ્તા પર અમારી સાથે શું થયું હશે. આ ઘટનાએ મને અહેસાસ કરાવ્યો કે જીવન કેટલું નાજુક છે. રોડ ભારે ટ્રકોથી ભરેલો હતો અને આ હવામાનમાં અકસ્માતનું જોખમ વધી જાય છે. અમને સુરક્ષિત રાખવા માટે હું ભગવાનનો ખૂબ આભારી છું.”

આ સમાચાર પણ વાંચો : Kedarnath Temple : NO ફોટોગ્રાફી… હવેથી કેદારનાથ મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ, પોશાકને લઈને લેવાયો આ નિર્ણય..

આ કારણે આકાશે ડ્રાઇવર સામે ની ફરિયાદ પાછી લીધી

પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી પરંતુ તે ગરીબ માણસ હોવાથી આકાશે ફરિયાદ પાછી ખેંચી હતી. તેણે કહ્યું, ‘એક્ટર વૈભવી ઉપાધ્યાય અને દેવરાજ પટેલના માર્ગ અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ બાદ હું ડ્રાઇવિંગ કરતાં ખૂબ જ ડરી ગયો છું. આ ટ્રક ડ્રાઇવરો ડ્રાઇવિંગ કરતી વખતે ખૂબ જ કઠોર બની જાય છે. અકસ્માત દરમિયાન પોલીસ ખૂબ જ સક્રિય હતી અને તેઓએ ડ્રાઈવરની ધરપકડ કરી હતી પરંતુ મેં મારી ફરિયાદ પાછી લઈ લીધી હતી.’

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version