ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા અવાર નવાર તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે જે ઝડપથી વાયરલ થઈ જતા હોય છે.

અભિનેત્રી મોનાલીસા એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે રેડ સારી પહેરેલી છે. આ તસીવરોમાં અભિનેત્રી ખુલ્લા વાળ, મોટી ઇયરિંગ્સ અને મોટા નેકલેસમાં જોવા મળી રહી છે.

તેણે લાલ લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. મોનાલિસાની આ સ્ટાઇલને ચાહકો પસંદ કરી રહ્યા છે.

ફોટા શેર કરતાં મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું, 'રેડ હોટ લવર્સ માટે.' અત્યાર સુધી આ તસવીરોને 50 હજારથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા હાલ ટીવી શો 'નમક ઇશ્ક કામાં જોવા મળી રહી છે.

તેની સાથે શ્રુતિ શર્મા અને આદિત્ય ઓઝા, વિશાલ આદિત્ય સિંહ પણ આ સિરિયલમાં કામ કરી રહ્યા છે. આ સિવાય મોનાલિસા 'બિસ બોસ'નો પણ ભાગ રહી ચૂકી છે.
