ટીવી અભિનેત્રી મોનાલીસાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, ગ્રીન સાડીમાં અભિનેત્રી લાગી રહી છે ખુબ જ સુંદર ; જુઓ તસવીરો 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, ૪ જૂન ૨૦૨૧

શુક્રવાર

ભોજપુરી ફિલ્મોની ક્વિન અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા હાલમાં તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે.  મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે જે ઝડપથી વાયરલ થઈ જતા હોય છે.

અભિનેત્રી મોનાલીસા એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે પેસ્ટલ ગ્રીન સાડી પહેરી છે. સાથે જ તેણે સાડીથી મેચિંગ બ્રેસલેટ, બિંદી અને હાર પણ પહેર્યો છે. આ સિવાય તેણે વાળમાં બન બનાવ્યો છે અને બનમાં એક ગજરા પણ લગાવ્યો છે. મોનાલિસાનો આ પરંપરાગત અવતાર  તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે મોનાલીસા ભોજપુરી સિનેમાનું એક જાણીતુ નામ છે. તેણે ભોજપુરી એક્ટર વિક્રાંત સાથે લગ્ન કર્યા છે. મોનાલિસાને તેનાં અભિનયની સાથે સાથે તેનાં બોલ્ડ અવતાર માટે પણ ઓળખવામાં આવે છે.  

વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા આ દિવસોમાં ટીવી શો 'નમક ઇશ્ક કા'માં જોવા મળી હતી, ત્યાર બાદ  મોનાલિસા કલર્સ ટીવીના વિવાદિત રિયાલીટી શૉ બિગ બૉસ 10માં નજર આવી હતી. જે બાદ તેની લોકપ્રિયતા વધી છે. આ શૉમાં નજરે આવ્યાં બાદ તે ઘર-ઘરમાં ચર્ચાનો વિષય બની હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More