News Continuous Bureau | Mumbai
Bhoot Bangla New Release Date: બોલિવૂડ ખિલાડી અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી લાંબા સમય બાદ ‘ભૂત બંગલા’ દ્વારા પરત ફરી રહી છે, પરંતુ ફેન્સે આ ફિલ્મ જોવા માટે હજુ થોડી વધુ રાહ જોવી પડશે. રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ ના બોક્સ ઓફિસ પરના શાનદાર પ્રદર્શન અને જબરદસ્ત ક્રેઝને કારણે ‘ભૂત બંગલા’ ની રિલીઝ ડેટ ચોથીવાર પોસ્ટપોન કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો
કેમ લંબાવાઈ રિલીઝ ડેટ?
રણવીર સિંહની સ્પાય થ્રિલર ‘ધુરંધર 2’ અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના 10 દિવસ બાદ પણ આ ફિલ્મના શો હાઉસફુલ જઈ રહ્યા છે. મેકર્સને ડર છે કે જો ‘ભૂત બંગલા’ અત્યારે રિલીઝ કરવામાં આવશે તો તેની કમાણી પર સીધી અસર પડી શકે છે. આથી, સુરક્ષિત અંતર જાળવવા માટે ફિલ્મને એક અઠવાડિયું મોડી રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે.
અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ની રિલીઝ ડેટને લઈને ચાલી રહેલી અસમંજસનો અંત આવ્યો છે, પરંતુ તે માટે મેકર્સે અનેકવાર ફેરફારો કરવા પડ્યા છે. શરૂઆતમાં આ ફિલ્મ ૩ એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડેના અવસરે રિલીઝ થવાની હતી, જે બાદમાં બદલીને ૧૫ મે, ૨૦૨૬ કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ફરી એકવાર તારીખમાં ફેરફાર કરી ૧૦ એપ્રિલ નક્કી કરાઈ હતી. હવે લેટેસ્ટ અપડેટ મુજબ, તમામ ગણતરીઓ બાદ મેકર્સે નવી અને ફાઈનલ ડેટ જાહેર કરી છે, જે મુજબ આ ફિલ્મ હવે ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે.ફિલ્મનું ટ્રેલર જે પહેલા 30 માર્ચના રોજ રિલીઝ થવાનું હતું, તે હવે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં રિલીઝ કરવામાં આવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
